October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

ગ્રાઉન્‍ડ ઝીરો પર ગ્રામ્‍ય લોકપ્રતિનિધિઓ સફાઈ અભિયાનનું કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલું સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ ગયું છે. 24મી જાન્‍યુઆરીએ સ્‍વચ્‍છતા અભિયાનની સાથે સાથે પ્રદેશને કાયમી ધોરણે સ્‍વચ્‍છ રાખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાનમાં ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્‍યોએ પોતપોતાના પંચાયત વિસ્‍તારમાં ગ્રાઉન્‍ડ ઝીરો પર ઉતરીને સ્‍વચ્‍છતા અભિયાનમાં સહયોગઆપવાનું શરૂ કર્યું છે. ગામના જનપ્રતિનિધિઓ સવારે અને સાંજે પોતપોતાના વિસ્‍તારમાં સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી સફાઈનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ સાથે સફાઈ કામદારોને સહકાર અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તેમજ તમામ ચૂંટાયેલા સભ્‍યો તાજેતરમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપનો ઉપયોગ કરીને પંચાયત વિસ્‍તારમાં પડેલા કચરાને સાફ કરવા માટે સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપ દ્વારા સંબંધિત પંચાયત સચિવને પણ જાણ કરી રહ્યા છે.
લોકપ્રતિનિધિઓએ ગ્રામજનોને આ સ્‍વચ્‍છતા જન અભિયાનથી વાકેફ કર્યા અને આ આંદોલનમાં જોડાવા અને સ્‍વચ્‍છતા પ્રહરી મોબાઈલ એપનો ઉપયોગ કરવા જાગળત કર્યા હતા.
સંઘપ્રદેશ પ્રદેશ પ્રશાસન વતી તમામ ગ્રામીણ લોકપ્રતિનિધિઓને અપીલ કરવામાં આવી છે હતી કે તમે પણ આ રીતે સ્‍વચ્‍છતાના આ જન આંદોલનનો હિસ્‍સો બનો. આ પ્રદેશમાં કાયમી સ્‍વચ્‍છતા માટે તમારી જનભાગીદારી જરૂરી છે. તમારે તમારા પંચાયત વિસ્‍તારમાં સવારે અને સાંજે 30 મિનિટ સુધી ગ્રામજનોને સ્‍વચ્‍છતા અભિયાન વિશે જાગળત કરવા જોઈએ અને તેમને આ આંદોલનમાં ભાગ લેવા માટે પ્રોત્‍સાહિત કરવા જોઈએ.
પ્રશાસન તરફથી એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી છે કે આજ જનતા અને પ્રશાસનના સંયુક્‍તપ્રયાસોથી જ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સ્‍વચ્‍છતાની દિશામાં ભારતના વિવિધ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશો માટે ઉદાહરણરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે, સ્‍વચ્‍છતાના મામલે કેન્‍દ્ર પ્રદેશને સમગ્ર દેશમાં 3ડીની ઓળખ અપાવવાનું કાર્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કર્યુ છે. સ્‍વચ્‍છ પ્રદેશની આ ઓળખ જાળવી રાખવા માટે 24 જાન્‍યુઆરી 2022ના રોજ ‘સ્‍વચ્‍છતા અભિયાન આદતો બદલવાનું અભિયાન’ શરૂ કરવામાં આવ્‍યું હતું. આ સાથે સંઘપ્રદેશમાં થ્રીડીમાં સ્‍વચ્‍છતાનો નવો આયામ શરૂ થયો હતો. આજે ગ્રાઉન્‍ડ ઝીરો પર ગ્રામ્‍ય લોકપ્રતિનિધિઓની હાજરી આ અભિયાનની સફળતા દર્શાવે છે.

Related posts

વલસાડ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની પૂણહુતિ કરવામાં આવી

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યકારી પ્રમુખ તરીકે જયંતિભાઈ પટેલની બે માસ માટે વરણીઃ ફક્ત પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરવાનો અધિકાર

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

Leave a Comment