October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં 75મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી થઈ

વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
15મી ઓગસ્‍ટ 2022ના રોજ દેશભરમાં સ્‍વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આઝાદીનો અમૃત મહોત્‍સવ શાનદાર રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્‍યારે પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ કેમ પાછળ રહી જાય! આજ વાતને ધ્‍યાનમાં રાખી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં પણ બે દિવસ પૂર્વ શાળાનાં ટેરેસ ઉપર ઝંડો ફરકાવી ‘‘હર ઘર તિરંગા” કાર્યક્રમમાં સહભાગ થવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે. આ સાથે જ 15મી ઓગસ્‍ટના દિવસે શાળાના પટાંગણમાં સવારે 7:30 વાગ્‍યે ધ્‍વજારોહણ કરી ધ્‍વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વપ્રથમ ધ્‍વજારોહણ કર્યા બાદ શાળાની ધોરણ-6 થી 9 ની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્‍વાગતનૃત્‍ય પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ધોરણ-8 અને 9ના વિદ્યાર્થીઓ દ્વારા ‘આપણો તિરંગો’ વિષય ઉપર ખૂબ જ સુંદર નાટક પ્રસ્‍તુત કરવામાં આવ્‍યું હતું અને ત્‍યારબાદ ધોરણ-6 થી 8 વિદ્યાર્થીઓ દ્વારા ‘સત્‍યમેવ જયતે’ ગીત ઉપર ખૂબ જ સુંદર ડાન્‍સ કરવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમના અંતે શાળાનાં આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયે 75મા સ્‍વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્‍છા પાઠવી હતી અને ‘‘હર ઘર તિરંગા” કાર્યક્રમમાં જોડાઈ આઝાદીનાં સાચાઅર્થને જીવનમાં ચરિતાર્થ કરવા માટે પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટરાલયમાં ઉત્તરાખંડ રાજ્‍યના 24મા સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્‍ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્‍યા

vartmanpravah

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment