October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

દાદરા નગર હવેલીના આઝાદીમાં લતાજીના યોગદાનને યાદ કરવામા આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં સેલવાસ અટલભવન પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજીત કરવામા આવ્‍યો હતો.
આ કાર્યક્રમમા સ્‍વ.લતા મંગેશકરનો દાનહની આઝાદી પ્રાપ્ત કરવામા એમના સહયોગ માટે પણ યાદ કરવામા આવ્‍યા હતા. ગોવાને આઝાદ કરાવ્‍યા બાદ ગોમાંતક મુક્‍તિ દળે સુધીર ફડકે અને એમના સાથી મિત્રોમા નાના કાજરેકરને રૂપિયાની કમીને લઇ ચિંતા દર્શાવી હતી. એ સમયે એમણે નિર્ણય લીધો કે લતા મંગેશકર અને મહમ્‍મ્‍દ રફીનું લાઈવ ઓર્કેસ્‍ટ્રા પાર્ટીનુ આયોજન કરવામા આવે અને આ પ્રસ્‍તાવને લતા મંગેશકર અને મહમ્‍મ્‍દ રફીએ સ્‍વીકારી પણ લીધો હતો .
કાર્યક્રમના દિવસે મહમ્‍મ્‍દ રફી ટ્રેન દ્વારા પુના પહોંચ્‍યા હતા અને લતાજી એમની કારમા નીકળ્‍યા હતા પરંતુ મુંબ્રાની નજીક એમની કાર ખરાબ થઇ જવાને કારણે એમને કાર્યક્રમ સ્‍થળ પર પહોચવામાં મોડુ થઇ ગયુ હતું. ત્‍યારે કાર્યક્રમ સ્‍થગિતથવા પર રફી અને લતાજીએ ઉપસ્‍થીત દર્શકોને જણાવેલ કે આ ટિકિટ પર જ ફરી આયોજીત થનાર કાર્યક્રમમા સામેલ થઇ શકો છો. ત્‍યારબાદ દર્શક શાંત થયા હતા અને બીજીવાર આયોજીત થયેલ કાર્યક્રમમા જમા થયેલ રૂપિયાથી એમણે દાદરા નગર હવેલીની આઝાદી પ્રાપ્ત કરવામા સહયોગના રૂપે આપ્‍યા હતા.
પુનાથી દાનહની આઝાદી માટે આવનાર ગોમાંતક મુક્‍તિદળ અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સ્‍વતંત્ર સેનાનીઓ સહિત આર્થિક સહાયતા પ્રાપ્ત કરવા માટે સ્‍વર્ગીય લતા મંગેશકરનો ઘણો મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યુ હતું. એવી મહાન વિભૂતિને દાદરા નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરી એમની આત્‍માની શાંતિ માટે ઈશ્વરને પ્રાાર્થના કરી હતી.
આ અવસરે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, મહામંત્રી શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી મહેશભાઈ ગાવિત સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ સરોણ હાઈવે ઉપર : માનવતા શર્મસાર બની

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

વાપી જુના એસ.ટી. ડેપોનું ડિમોલેશન કરાયું : નવો ડેપો બલીઠામાં હાઈવે પર બનાવવા માટે ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

Leave a Comment