April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીદેશનવસારી

ફડવેલ ગામે જર્જરિત હાલતમાં ગ્રામ પંચાયતનું મકાન હાડપિંજર અવસ્‍થામાં: કામકાજ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ

તસવીર – દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19
ચીખલી તાલુકાના ફડવેલ ગામે વર્ષો પહેલાં નિર્માણ પામેલી ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં બનતા ગમે ત્‍યારે જમીન દોસ્‍ત થવાની ભીતિ સેવાઈ રહી છે.
ચીખલી તાલુકાના ફડવેલ ગામે આશરે 23 વર્ષ પહેલાં 1998ની સાલમાં નિર્માણ પામેલ ગ્રામ પંચાયતનું મકાન કેટલાક વર્ષથી જર્જરિત હાલતમાં છે. અહીં ગ્રામ પંચાયતમાં આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત ગ્રામ પંચાયતની હાલત હાડપિંજરની જેમ દેખાતા મકાનની છતમાંથી પોપડા ખરતા લોખંડનાસળિયા પણ દેખાવા લાગ્‍યા છે. અહીં ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને પણ ભય સતાવી રહ્યો છે. ફડવેલ ગામ આશરે 6000 હજારની વસ્‍તી ધરાવતું ગામ છે જેમાં આશરે 4300 જેટલું વોટિંગ સાથે ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ ધરાવતા ફડવેલ ગામને નવું ગ્રામ પંચાયતનું મકાન પણ ઉપલબ થતું નથી, જ્‍યારે નવા મકાન માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવ્‍યો છે. નવા મકાનની માંગણી માટે વર્ષ 2016-17માં તત્‍કાલીન તાલુકા પંચાત સભ્‍ય શ્રીમતી ઉષાબહેન મહેશભાઈ પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત પણ કરવામાં આવી હતી, ત્‍યારબાદ 2021માં તાલુકા પંચાયત સભ્‍ય શ્રી મહેશભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત સભ્‍યશ્રીને જાણ કરતા જિલ્લા પંચાયત સભ્‍ય દ્વારા જિલ્લા પંચાયતમાં નવા મકાન માટે માંગણી કરવામાં આવી હતી પરંતુ તેનું પણ આજે વર્ષ થવામાં આવ્‍યું છે છતાં ગામને નવું મકાન નહિ મળતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં જર્જરિત મકાનના ટપકતાં છત નીચે પાણીમાં અરજદારોએ કામ અર્થે આવવાં મજબૂર બનવું પડશે.

Related posts

સેલવાસનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્‍ટાર્ટઅપ પોલિસી અંગે સફળ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ગાંધીનગરમાં વાપીના વિકાસ કાર્યો માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં રિવ્‍યુ બેઠક યોજાઈ

vartmanpravah

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

ભિલાડ નજીકના ઝરોલીમાં ત્રાટકેલા ચાર લૂંટારૂ

vartmanpravah

Leave a Comment