Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને પણ મળેલો આત્‍મસંતોષ : પ્રશાસનિક ટીમના સમર્પણ ઉપર પણ લાગેલી મહોર

  • સંઘપ્રદેશની ભૂમિ ઉપર દેવદૂત બનીને આવેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ધોરણ 1રસાયન્‍સ, કોમર્સ અને આર્ટસ માટે ઉભી કરેલી આકાશ આંબતી તકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
બરાબર આજથી પાંચેક વર્ષ પહેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના ધોરણ 1ર સાયન્‍સમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની સ્‍થિતિ સઢ વગરની હોડી જેવી હતી. ધોરણ 1ર પાસ કર્યા પછી ક્‍યાં એડમિશન મળશે અને કયા ફિલ્‍ડમાં જવાશે? તેની કોઈ ખાતરી નહીં હતી. પરંતુ સંઘપ્રદેશની ભૂમિ ઉપર દેવદૂત બનીને આવેલા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ધોરણ 1ર સાયન્‍સ, કોમર્સ અને આર્ટસ માટે આકાશ આંબતી તકો ઉભી કરી છે.
આજે ધોરણ 1ર સાયન્‍સના વિદ્યાર્થીઓ માટે મેડિકલ, એન્‍જિનિયરિંગ, નર્સિંગ, ટ્રીપલ આઈટી જેવા અભ્‍યાસક્રમોની કતાર ખુલી છે. કોમર્સ અને આર્ટસ માટે પણ અનેક તકો ઉભી કરાઈ છે. હવે ફેશન ટેક્‍નોલોજીનો અભ્‍યાસક્રમ પણ શરૂ થઈ રહ્યો છે.
ગઈ કાલે મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલ અને થાણે મુંબઈની એલએચ હિરાનંદાની હોસ્‍પિટલ અને વાપીની વાયબ્રન્‍ટ હોસ્‍પિટલમાં દાદરા નગર હવેલી અને દમણની નર્સિંગ કોલેજના પાસ થયેલા તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં તેમના ચહેરા ઉપર એક આગવી ચમક પણ જોવા મળી હતી. વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવાર પણ ખુશ દેખાયું હતું.
સેલવાસ અને દમણ કોલેજની 108 વિદ્યાર્થીનીઓ પૈકી ઘણાએમુંબઈ પહેલી વખત જોયુ હોવા છતાં સુપ્રસિદ્ધ હોસ્‍પિટલની લેટેસ્‍ટ ટેક્‍નોલોજી સાથે અનુラકૂળતાથી કામ કરવાની કૂનેહ નિહાળી ડોક્‍ટરો પણ આભા બની ગયા હતા. સેલવાસ અને દમણની નર્સિંગ કોલેજ દ્વારા મળેલું શિક્ષણ અને તાલીમ વિદ્યાર્થીઓને ઊંચી ઉડાન ભરવા માટે પ્રેરક બન્‍યું છે. જેનો સંપૂર્ણ સંતોષ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ચહેરા ઉપર અને પ્રશાસનની ટીમના સમર્પણ ઉપર પણ મહોર લાગી હોવાનું પ્રતિત થાય છે.

Related posts

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાએ સેફટીક ટેન્‍કની સફાઈ માટે હેલ્‍પલાઇન નંબર જારી કર્યો

vartmanpravah

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

Leave a Comment