(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપી મુસ્કાન ગ્રુપ દ્વારા દર વર્ષે ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની અને આ બાળકો સાથે ફટાકડા ફોડી તેમજ સ્વાદિષ્ટ મીઠાઈ તેમજ ભોજન કરાવી અને આ બાળકોને મુસ્કાન ગ્રુપ દર વર્ષે દિવાળીની આ સપ્રેમ ભેટ આપે છે. જેમાં મુસ્કાન ગ્રુપના રીમાબેન કલાણી તેમજ સાથી મિત્રો હર્ષા ઉલ્લાસથી આ ગરીબ પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
