Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

વલસાડ તા.૧૧: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંબાચ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કોર્પોરેશન લી. દ્વારા ટી.એ.એ.પી. ગ્રાન્‍ટમાંથી રૂા. ૧૩.૪૦ કરોડના ખર્ચે નવનર્મિત ૬૬ કે. વી. સબ સ્‍ટેશન, રૂા. ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર તેમજ રૂા. ૧૭. ૪૪ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન મળી કુલ ૧૩.૭૭ કરોડના ખર્ચે ત્રણ વિકાસ પ્રકલ્‍પોનાં લોકાર્પણ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઇ દેસાઇના વરદ હસ્‍તે કરાયાં હતાં.

આ અવસરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, આ સરકાર જે કામનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે છે.  ૨૪ કલાક વીજળી આપતી જ્‍યોતિગ્રામ યોજનામાં ગુજરાતનું દરેક ગામ જોડાયેલું છે. વલસાડ જિલ્લામાં ૫૦ ટકા સબસ્‍ટેશન છેલ્લા પાંચ વર્ષમાં બન્‍યા છે અને આવનારા બે વર્ષમા બીજા ૨૦ સબસ્‍ટેશનો બનાવવામાં આવશે. સુથારપાડા ખાતે નવી પેટા કચેરી બનાવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જ્‍યારથી ગુજરાતનું સુકાન સંભાળ્‍યું છે ત્‍યારથી ગુજરાતની અનોખી વિકાસની ક્રાંતિ થઇ છે. વાઇબ્રન્‍ટ ગુજરાત થકી ગુજરાતમાં મોટાપાયે આર્થિક વિકાસ થતાં સૌથી મોટી રોજગારી ગુજરાતમાં મળી રહી છે. ગુજરાતમાં કૃષિ મહોત્‍સવ શરૂ થયા બાદ રાજ્‍યનો કૃષિદર ૧૦ ટકાની ઉપર હંમેશા રહયો છે. જેનું મુખ્‍ય કારણ વીજળી અને પાણી છે. દરેક ગ્રામ પંચાયતને વ્‍યક્‍તિદીઠ ૪૮૮ રૂપિયાની રકમ નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતાં ગામોનો વિકાસ ઝડપી બન્‍યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્‍શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્‍યવસ્‍થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં નાણાંપંચ હેઠળ મળે છે, જેનાથી સરપંચ અનેકવિધ કામો કરી શકતાં ગામોનો વિકાસ ઝડપી બન્‍યો છે. કોરોના મહામારીમાં પણ સમગ્ર વિશ્વ કરતાં ઓછું નુક્‍શાન થયું છે, સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સુવ્‍યવસ્‍થિત રીતે મોટાપાયે રસીકરણના કારણે ત્રીજી લહેરમાં ઓછી અસર જોવા મળી હતી. સૌ સાથે મળીને ગુજરાતનો વધુ ને વધુ વિકાસ કરીએ તેમ જણાવી વહીવટીતંત્ર અને સરકાર જે રીતે કામગીરી કરી રહયા છે, તે જોતાં ગુજરાતના વિકાસને કોઇ રોકી શકે તેમ નથી. તેમ તેમણે વધુમાં જણાવ્‍યુ હતું.

આ અવસરે પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્લામાં વીજ પુરવઠો નિયમિત અને પૂરતા દબાણથી મળી રહે તે માટે જરૂરિયાત પ્રમાણે વિવિધ ૫૫ જેટલા સબસ્‍ટેશન બનાવવામાં આવ્‍યા છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના મુખ્‍યમંત્રી કાર્યકાળમાં શરૂ કરેલી જ્‍યોતિગ્રામ યોજના અંતર્ગત આજે પણ ૨૪ કલાક વીજ પુરવઠો આપવામાં આવી રહયો છે. આવનારા ટૂંક સમયમાં સમગ્ર વલસાડ જિલ્લામાં થનારા રસ્‍તા સહિતના અનેકવિધ વિકાસકાર્યોમાં સૌના સહયોગ થકી વિકાસની નવી કેડી કંડારાશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ સબ સ્‍ટેશનમાં મૂળગામ, પાથરપૂજા મળી બે જ્‍યોતિગ્રામ તેમજ અંબાચ અને વાઘસર ખેતીવાડી મળી કુલ ચાર ફીડરો કાર્યાન્‍વિત કરાયા છે. જેના થકી અંબાચ, રાતા, કોપરલી અને પંડોર એમ ચાર ગામના ૫૭૬ ખેતીવાડી, ૬૮૭૬ રહેણાંક અને ૬૮૮ વાણિજ્‍ય મળી કુલ ૮૧૪૦ વીજગ્રાહકોને સતત ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરતા દબાણથી મળી રહશે.

જેટકોના મુખ્‍ય ઈજનેર કે.આર. સોલંકીએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ અવસરે પૂર્વ ધારાસભ્‍ય ઉષાબેન પટેલ, જેટકો, વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એ.એ.દેસાઇ, જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર એ.એ.દેસાઇ, ડીજીવીસીએલ પારડીના કાર્યપાલક ઇજનેર ચેતનાબને શેઠ, અંબાચ સરપંચ મનીષાબેન વિજયભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી સની પટેલ,  પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, સહિત જેટકો અને ડીજીવીસીએલના અધિકારી/ કર્મચારીઓ, જિલ્લા/ તાલુકા/ ગ્રામ પંચાયત સભ્‍યો, ગ્રામજનો હાજર રહયા હતા.

Related posts

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવને સો ટકા સાક્ષર બનાવવા શરૂ થઈ કવાયતઃ શિક્ષણ વિભાગે મિશન મોડમાં શરૂ કરેલું અભિયાન

vartmanpravah

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

ચીખલીના ફડવેલમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment