(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી શ્રી સુમન કે. બેરી સાથે શુભેચ્છા મુલાકાત કરી સંઘપ્રદેશના વિકાસ અંગે મનનીય ચર્ચા-વિચારણાં કરી હતી.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ સાથે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાતને ખુબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. કારણ કે, સંઘપ્રદેશની વિવિધ વિકાસ યોજનાઓના કાર્યાન્વયનમાં નીતિ આયોગની ભૂમિકા મહત્ત્વની રહેતી હોય છે.