Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકા સહિતના વાંસદા તાલુકાના વિવિધ વિસ્‍તારમાં નદીઓ તથા સ્‍થાનિક કોતરો પરના પુલોનું માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વેક્ષણ કરી મરામત કરવાની મજબૂતાઈ વધારવાની જરૂરિયાત હોય તેવા પૂલોને પ્રાથમિકતા મુજબ તબક્કાવાર દરખાસ્‍ત કરવામાં આવી રહી છે તે પૈકી હાલે ચીખલી-વાંસદા-વધઇ રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર વાલઝર ગામમાંથી પસાર થતી કાવેરી નદીના પુલનું રૂા.49.15 લાખ, આજ માર્ગ ઉપર કાવેરી નદી પરના હનુમાનબારી સ્‍થિત પુલનું 48.74 લાખ ચીખલી તાલુકાના રૂમલાની આગળ રાનકુવા રૂમલા કરંજવેરી રાજ્‍ય ધોરીમાર્ગ સ્‍થિત કાંકરી ખાડી પરના પુલનું 89.56 લાખ ઉપરાંત વાંચતા તાલુકાના માનકુનિયા અંકલાછ મુખ્‍ય જિલ્લા માર્ગ ઉપર સ્‍થાનિક કોટરો પર બે જેટલા પૂલોનું અનુક્રમે 48.74 અને 52.44 લાખ રૂપિયાના ખર્ચે પૂલોની મરામત હાથ ધરી પીલરોમાં ગનાયટીગ એન્‍ડ ગ્રાઉન્‍ડિંગની કામગીરી કરી પૂલોની મજબૂતાઈ વધારવામાં આવશે. આ ઉપરાંત જરૂર હશે ત્‍યાં આરસીસીની રેલીગનું પણ નિર્માણ કરાશે અને જરૂરિયાત હશે ત્‍યાં હયાત રેલિંગની મરામત કરવામાંઆવનાર છે.
ચીખલી અને વાંસદા તાલુકાની વિવિધ નદીઓ અને સ્‍થાનિક કોતરો પરના પાંચ જેટલા પૂલોનું 2.88 કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ માટે ગાંધીનગર માર્ગ મકાન વિભાગમાંથી જરૂરી વહીવટી મંજૂરી પણ મળી જવા પામી છે. માર્ગ મકાન દ્વારા કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે તકેદારીના ભાગ તબક્કાવાર વિવિધ પૂલોની મરામત હાથ ધરવામાં આવી છે વધુમાં રાનકુવા રૂમલા રાજ્‍ય ધોરીમાર્ગ સ્‍થિત કાવેરી નદી પરના હરણગામમાં આવેલ પુલની મરામત મજબૂતાઈ વધારવા માટે પણ જરૂરી એસ્‍ટીમેટ બનાવી માર્ગ મકાન દ્વારા દરખાસ્‍ત કરવામાં આવી છે.

ચીખલી માર્ગ મકાન વિભાગના અધિકારી ભરતભાઈના જણાવ્‍યાનુસાર ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પૂલોની મજબૂતાઈ વધારવાના કામને વહીવટી મંજૂરી મળતા ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે. અને હરણગામના પુલ માટે પણ દરખાસ્‍ત કરવામાં આવી છે.

Related posts

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

ધરમપુરમાં રૂા.1.15 કરોડના ખર્ચે નિર્માણ થનાર લાઈબ્રેરીનું ભૂમિપૂજન રાજ્‍યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયું

vartmanpravah

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

દમણ સ્‍પોર્ટ્‍સ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી કાંતિભાઈ પટેલ સેવાનિવૃત્ત થતાં આપેલું વિદાયમાન

vartmanpravah

Leave a Comment