August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરીઝમાં પસંદગીનો નંબર મેળવો

વલસાડ તા.૧૧: વલસાડ જિલ્લામાં મોટરીંગ પબ્‍લિકની સગવડતાના હેતુસર ફોરવ્‍હીલર વાહનોની GJ-15-CM સીરિઝમાં પસંદગીના નંબર માટે ઓનલાઇન ફેરહરાજી કરાશે.

આ હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે તેમના વાહનોનું રજિસ્‍ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. આ હરાજી માટેનું ફોર્મ તા.૧૦/૦૩/૨૦૨૨ના રોજ રાત્રે ૧૨-૦૦ વાગ્‍યાથી તા.૧૨/૦૩/૨૦૨૨ના રોજ રજિસ્‍ટ્રેશન કરી અરજી કરવાની રહેશે.તા.૧૩/૦૩/૨૦૨૨ ના રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે અને તા.૧પ/૦૩/૨૦૨૨ના રોજ ઓપન થશે. ત્‍યારબાદ અરજદારે પાંચ દિવસમાં તેમના ફોર્મ જમા કરાવવાના રહેશે.

અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે. વેલીડ સી.એન.એ. ફોર્મ રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્‍ફળ જાહેર કરાશે.

                હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનારા અરજદારની મૂળ રકમ જપ્‍ત થશે અને જે તે નંબરની હરાજી ફરીથી કરાશે. ઓનલાઇન હરાજી દરમિયાન અરજદારે આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા ચાર્જ ચૂકવવાના રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંગીતાબેન હળપતિના પુત્રનું માર્ગ અકસ્‍માતમાં દુઃખદ અવસાન

vartmanpravah

નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્‍ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્‍લોક

vartmanpravah

Leave a Comment