Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

અનંત પટેલ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિવિધ જાહેર સભા સંબોધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા.01 ડિસેમ્‍બરે યોજાવાની હોવાથી વિવિધ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચારના બ્‍યુગલ ફૂંકી દીધા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીના અગ્રણી નેતા સ્‍ટાર પ્રચારકો ગુજરાતના મતદારોને રીઝવવા માટે ઠેર ઠેર ચૂંટણી-રેલીઓનો દોર આરંભી દીધો છે. સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રચારના માત્ર 15 દિવસ બાકી રહ્યા છે તેથી 15 દિવસ રોજેરોજ ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓની ફોજ ગામેગામ શહેરોમાં ફરી રહેનાર છે ત્‍યારે કોંગ્રેસએ પણ પ્રચાર નેતાઓની ટીમ જાહેર કરી દીધી છે. વાંસદાના ધારાસભ્‍ય આદિવાસી નેતા અનંત પટેલની પસંદગી સ્‍ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અનંત પટેલે પુષ્‍કળ આદિવાસી રેલીઓ યોજી છે. પાર-તાપી-રીવર લીંક યોજનાના વિરોધમાંતેમણે કરેલી કામગીરી નોંધ કોંગ્રેસ પાર્ટીએ રાષ્‍ટ્રિય સ્‍તરે લીધી છે તેથી ગુજરાત કોંગ્રેસના સ્‍ટાર પ્રચારકોની યાદીમાં ધારાસભ્‍ય અનંત પટેલની પસંદગી કરાઈ છે. તેઓને ઉમરગામથી અંબાજી સુધી પૂર્વ આદિવાસી પટ્ટીના જિલ્લાઓમાં પ્રચારની બાગડોળ સોંપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી અનંત પટેલએ આદિવાસી વિસ્‍તારોમાં મોટુ પ્રભુત્‍વ જમાવ્‍યું છે તેવુ કોંગ્રેસ માની રહી છે તેથી તેમને પક્ષના ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે.

Related posts

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

થોડા સમયના આરામ બાદ પારડી વિસ્‍તારમાં ફરી ચોરોની ગેંગ સક્રિય

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment