August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગરના ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં લગભગ 60થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો. આ ધરૂ વિતરણમાં દાનહના સામરવરણી, આમળી, અથોલા, નરોલી,કીલવણી ગામના ખેડૂતો ધરૂ લેવા માટે આવ્‍યા હતા. ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયાએ મીડિયા પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે ગામડાઓમા ખેડૂતો જે ધરૂ માટે બિયારણ નાંખે છે તે વરસાદ નહીં પડતા ધરૂં ઉગી શક્‍યું નહીં હોય અને બિયારણ પક્ષીઓ ખાય જાય છે જેથી એમને ડાંગરની રોપણી કરવા માટે ધરૂની ઘટ પડી જાય છે. જેના માટે ઘણાં વર્ષથી અમે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરીએ છીએ જેનાથી ખેડૂતો ડાંગરની રોપણી કરી શકે. આ ધરૂનું વિતરણ લગભગ બે દિવસથી ચાલી રહ્યું છે જેમાં 150 થી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને પોતપોતાના ખેતરમાં ધરૂની રોપણી કરી રહ્યા છે.

Related posts

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

વાપી મહાનગરપાલિકા બનવાના એંધાણ: પાલિકા આગળ મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્‍યું

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

વલસાડ ગુંદલાવ જીઆઈડીસીની કંપનીમાં દશમી વાર ચોરીનો બનાવ બન્‍યો

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

Leave a Comment