Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી

પૂજા, હવન, પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા તથા ભજન સંધ્‍યાજેવા કાર્યક્રમોની રમઝટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.30: ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્‍મ દિવસ. હિન્‍દુ ધર્મના શાષાો અનુસાર સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કળતિ ઉપર દૈત્‍ય શક્‍તિઓ હાવી થાય ત્‍યારે ભગવાને તેઓનો નાશ કરવા જન્‍મ લેવો પડે છે. રાવણે પણ ત્રિલોકમાં ત્રાસ ફેલાવી દેવોને અનેક પ્રકારે દુઃખ આપતો હોય ભગવાન વિષ્‍ણુએ સાતમાં રામાવતાર લઈ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.
પારડી નગરમાં પણ ઠેર ઠેર રામ નવમીની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી. પારડી દમણીઝાપા, રશ્‍મિ સોસાયટી, ભેસલાપાડ, શાકભાજી માર્કેટ, ચીવલ રોડ, હનુમાન ડુંગરી અને બાલદા જેવા અનેક સ્‍થળોએ સવારથી જ પૂજા, હવન પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા અને સાંજે ભજન સંધ્‍યા જેવા કાર્યક્રમોની રમઝટને લઈ સમગ્ર નગરે રામ જન્‍મ દિનને ઉજવી ધન્‍યતા અનુભવી હતી.
રામ નવમીને લઈ નગરના અનેક સ્‍થળોથી સાંઈબાબાની પાલખી યાત્રા તથા બાબાના મંદિરોમાં પૂજા-અર્ચના તથા મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્‍યો હતો. બપોરે નીકળેલ પાલખીયાત્રાને લઈ સાંઈ ભક્‍તોએ પાલખી યાત્રીકોને ઠંડા પીણા પીવડાવી તેઓની તરસ છીપાવી હતી. આમ રામ નવમીની સાથે સાથેપારડી નગરમાં સાંઈબાબાની પાલખીયાત્રા અને બાબાના મંદિરે વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્‍યામાં સાંઈ ભક્‍તો ઉમટી પડ્‍યા હતા.

Related posts

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

Leave a Comment