October 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.16
કેન્‍દ્રશાસિત પ્રદેશ ખાતે એજ્‍યુકેશન સેક્રેટરીના આદેશથી અને દીવ કલેકટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ તથા એજ્‍યુકેશન ઓફિસર શ્રી પિયુષ મારુંના નેતળત્‍વમાં દીવ જિલ્લાની એક થી આઠ ઘોરણની શાળાઓ તથા આંગણવાડીની શરૂઆત કોરોના ગાઈડ લાઈન સાથે શરૂ કરવામાં આવી હતી.
દીવ ખાતે ત્રીજી લહેરના પ્રારંભને લીધે છેલ્લા ઘણા સમયથી દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ ઓનલાઇન ક્‍લાસ ભણતા હતા. આજથી ઓફલાઈન ક્‍લાસ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. આજે સવારથી જ વિદ્યાર્થીઓનું સ્‍કૂલમાં આગમન થયું હતું.
સ્‍કુલ ખાતે તેમને થરમોસ્‍કેનથી તાપમાન માપી હાથ સેનીટાઈઝર કરી અને માસ્‍ક સાથે સ્‍કૂલમાં પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. શાળાઓના પ્રારંભ થતાં દીવ એજ્‍યુકેશન ઓફિસર શ્રી પિયુષ મારુંએ દરેક શાળામાં જઈ નિરિક્ષણકર્યું હતું અને શાળા દરેકને કોરોના ગાઈડનું ચૂસ્‍ત પણે પાલન કરવા તાકિદ કરી હતી

Related posts

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય કોસ્‍ટલ સફાઈ દિવસ નિમિત્તે દીવના ગોમતીમાતા બીચની કરાયેલી સાફ-સફાઈ: કુલ 129 કિલોગ્રામ જેટલો ઘન કચરો એકત્ર કરાયો

vartmanpravah

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો

vartmanpravah

Leave a Comment