Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.17
વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત આલીપોર, સુંઠવાડ, દેગામ અને બારોલીયાની જમીનની વળતરની લાખો રૂપિયાની રકમ બોગસ પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર અને અન્‍ય જરૂરી બનાવટી દસ્‍તાવેજો રજૂ કરી ચાઉં કરી જવાના પ્રકરણમાં પોલીસે અલગ અલગ પાંચ જેટલા ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અગાઉ એક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા હતા. આ સાથે આઠ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા છે. જેમાં મોટાભાગે આલીપોર ગામની જમીનના છે. લાંબા સમયથી છેતરપીંડીનો ભોગ બનેલ અરજદારો ધક્કા ખાઈ રહ્યા હતા. બાદમાં સમગ્ર મામલો પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ પાસે ગયા બાદ સીટની રચના કરી ઝડપભેર તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા-મુંબઈ એક્‍સપે્રસ-વેમાં સંપાદિત આલીપોર ગામના સર્વે બ્‍લોક નં. 1355 તથા 1380 વાળી જમીનના મૂળ માલિક અહમદ ફકીર લુણાટ તથા બ્‍લોક નં. 2464ના મૂળ માલિક ફરીદાબેન હશનભાઈ સાલેહ માયત વર્ષો અગાઉ વિદેશમાં વસવાટમાટે ગયા હતા અને હાલે તેઓ હયાત છે કે કેમ! તેઓના વારસદારો હાલે ક્‍યા વસવાટ કરે છે તે હકીકત મળેલ નથી. પરંતુ ઉપરોક્‍ત જમીનના મૂળ માલિકોના નામનો ખોટો પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર સાઉથ આફ્રિકા ખાતે નોટો રાઈઝ થયેલ હોય તેવા તથા અન્‍ય જરૂરી બનાવટી દસ્‍તાવેજો બનાવી વળતરની રૂા.1,15,22,880/- જેટલી રકમ ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લાનાં બેંક ખાતામાં જમા લઈ આ રકમ ચાઉં કરી જવાતા પોલીસે ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લા (રહે. આલીપોર પાદર ફળીયા તા. ચીખલી), અબ્‍દુલ સતાર અહમદ શેખ (રહે. અલનુર રેસિડેન્‍સી રાંદેર સુરત) તથા વલીભાઈ અહમદભાઈ પટેલ નિવૃત્ત નાયબ મામલતદાર સહિત ત્રણ જેટલા સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા ગુનામાં આલીપોરના બ્‍લોક નં. 1392, 1419, 1422, 2485 વાળી જમીનના મૂળ માલિકોને નામના ખોટી પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર તથા અન્‍ય જરૂરી બનાવટી દસ્‍તાવેજો બનાવી વળતરની રૂા.62,05,670/-જેટલી રકમ નઝીર અબ્‍બાસ મુલ્લાનાં ખાતામાં જમા લઈ નાણાંકીય લાભ મેળવી સગે વગે કરતા પોલીસે નઝીર અબ્‍બાસ મુલ્લા (રહે. આલીપોર નવાપુરા ફળિયું તા. ચીખલી), ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લા (રહે. આલીપોર પાદર ફળિયું), અબ્‍દુલ સતાર અહમદ શેખ (રહે. અલનુર રેસિડેન્‍સી રાંદેર સુરત),વલી અહમદ પટેલ સહિત ચાર જેટલા સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા ગુનામાં આલીપોરના બ્‍લોક નં. 1387 તથા 1398 વાળી એક્‍સપ્રેસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રૂા.20,12,787/- જેટલી રકમ મૂળ માલિકીની ખોટી પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર અને જરૂરી બનાવતી દસ્‍તાવેજો રજૂ કરી આસિફ બશિર શેખના ખાતામાં જમા મેળવી લેતા પોલીસે ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લા (રહે. આલીપોર પાદર ફળિયું તા. ચીખલી), આસિફ બશિર શેખ (રહે. ઘાંચીવાડ ગણદેવી) (હાલ રહે. દભાડ ફળિયુ, તા. ચીખલી), અબ્‍દુલ સતાર અહમદ શેખ (રહે. અલનુર રેસિડેન્‍સી રાંદેર સુરત) તથા વલી અહમદ પટેલ એમ ચાર જેટલા સામે છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવ્‍યો છે.
ચોથા ગુનામાં આલીપોર ગામના બ્‍લોક નં.1414, 1385, 2454, 2459 વાળી જમીનના મૂળ માલિકોની નામનો ખોટો પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર અને જરૂરી બનાવટી દસ્‍તાવેજો વળતરની 59,61,087/- જેટલી રકમ બેંક ખાતામાં મેળવી સગેવગે કરી લેવાતા પોલીસે હિમ્‍મત ભગુ પટેલ (રહે. રેઠવાણિયા ખત્રી ફળીયા તા. ચીખલી), ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લા (રહે. આલીપોર પાદર ફળિયું), અબ્‍દુલ સતાર અહમદ શેખ (રહે. અલનુર રેસિડેન્‍સી રાંદેર સુરત), નવસારી પ્રાંત કચેરીમાં વળતરનું કામ કરનારવલી અહમદ પટેલ સહિત ચાર જેટલા સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
પાંચમા ગુનામાં સુંઠવાડના બ્‍લોક નં. 266 તથા દેગામના 2643 અને 2644 તથા બારોલીયાના બ્‍લોક નં.264 તથા 265માં પણ જમીનના મૂળ માલિકોના ખોટો પાવર ઓફ એટર્ની તથા કન્‍સેન્‍ટ લેટર અને જરૂરી બનાવટી દસ્‍તાવેજો બનાવી રૂા.1,46,90,185/- બેન્‍ક ખાતામાં જમા મેળવી લઈ સગેવગે કરાતા પોલીસે મહેશ અરવિંદ પટેલ (રહે. બારોલીયા તા. ચીખલી), મહેશ અરવિંદ પટેલ (રહે. બારોલીયા તા. ચીખલી), ઈલ્‍યાસ ઈસ્‍માઇલ મુલ્લા (રહે. આલીપોર પાદર ફળીયા), અબ્‍દુલ સતાર અહમદ શેખ (રહે. અલનુર રેસિડેન્‍સી રાંદેર સુરત) તથા વલી અહમદ પટેલ સહિત ચાર જેટલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment