October 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર દાદુ, મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍યોએ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે આજે ભાજપ ઓબીસી મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, સોશિયલ મીડિયા અને આઈટી અને તમામ કાર્યકરો સાથે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠક કરી હતી.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામના ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર શ્રી પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર શ્રી દાદુ, શ્રી મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍ય હાજર રહ્યા હતા.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં ઓબીસી મોરચા આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે ભાજપનો જનાધાર વધારવા સંગઠિત બની કામકરવા અને મોદી સરકારની વિવિધ યોજનાઓ તથા રાજ્‍ય સરકારની કલ્‍યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આહ્‌વાન કર્યુ હતું.

Related posts

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાતઃ મિશન 2024માં સોળે કળાએ કમળ ખિલવવા કવાયત

vartmanpravah

શ્રીમતી ઝવેરબેન હિરજી શાહ સાર્વજનિક શાળા ઝરોલી ખાતે વિનામૂલ્‍યે નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આંખના દર્દીઓના લાભાર્થે ધરમપુર વિલ્સન હિલ પર હાફ મેરેથોન યોજાઈ, ૭૦૦ દોડવીરો દોડ્યા

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નવા પુસ્‍તકો અર્પણ કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

Leave a Comment