September 15, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ઉમરકૂઇ ગામના ડુંગરપાડા વિસ્‍તારના એક ખેડૂતને જંગલ જમીનના કાયદા અનુસાર ખેતી માટે જગ્‍યાની ફાળવણી કરવામા આવી હતી. એ જગ્‍યા પર ગેરકાયદેસર દબાણ કરી નવુ મકાન બનાવવામા આવી રહ્યુ હતુ. જેને વન વિભાગ દ્વારા એને દુર કરવામા આવ્‍યુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રભુભાઈ રહેવાસી ઉમરકૂઇ ડુંગરપાડા જેઓ હાલમાં સેલવાસ નગરપાલિકામા કોન્‍ટ્રાકટ બેઝમા ફરજ બજાવે છે. જેઓના પરિવાર દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
જે અંગે વનવિભાગના અધિકારીને ફરિયાદ મળતા પોલીસની ટીમ સાથે ઉમરકૂઇડુંગરપાડા ગામે પોહચી હતી અને જે ગેરકાયદેસર દબાણ કરવામા આવેલ ત્‍યાંથી ખેડૂતને જે નવુ શેડ બનાવવામા આવેલ એના ઉપરના પતરા ઉતારી અને જે લાકડાઓનો ઉપયોગ કર્યો હતો, તે સહી સલામત પરત કરવામા આવ્‍યો હતો.
વનવિભાગના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ જમીન પ્રભુભાઈને ખેતી માટે ફાળવવામા આવી હતી. જ્‍યાં એમણે ગેરકાયદેસર રીતે ઘણુ મોટુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવ્‍યો હતો. એમણે બે મકાનો બનાવ્‍યા હતા જેમાંથી એક નાનુ હતુ જેને બરકરાર રાખવામા આવ્‍યુ હતુ. બીજુ જે વધારાનુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવેલ એને વનવિભાગની ટીમ દ્વારા દૂર કરવામા આવ્‍યુ છે.
આ અવસરે વન વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટર શ્રી કિરણસિંહ પરમાર, શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં લોક અદાલત યોજાઈઃ કુલ 3,32,83,873 રૂપિયાનું કરાયું સેટલમેન્‍ટ

vartmanpravah

Leave a Comment