October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલગુજરાતદમણદીવદેશસેલવાસ

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

સ્‍પોર્ટ્‌સ સેક્રેટરી પૂજા જૈન, ડેપ્‍યુટી ડાયરેક્‍ટર અરુણ ગુપ્તા, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી કાંતિ પટેલ, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી અક્ષય કોટલવાર અને ક્રિકેટ કોચ ભગુભાઈ પટેલે આપેલી શુભકામના
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 23
આવતી કાલે રણજી ટ્રોફીમાં ગુજરાતની બીજી મેચકેરલ જોડે રાજકોટના ખંડેરી સ્‍ટેડિયમમાં યોજાનારી છે. જેમાં દમણના ઉમંગ ટંડેલ ગુજરાત રાજયની ટીમ વતી રણજી ટ્રોફીમાં પોતાનું પદાર્પણ કરી કૌશલ દાખવશે એવા સમાચારો મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉમંગ ટંડેલના કોચ શ્રી ભગુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, શ્રી ઉમંગ ટંડેલે વિજય હજારે એક દિવસીય ટૂર્નામેન્‍ટમાં ગુજરાત ટીમ વતી ઉત્તમ પ્રદર્શન કર્યુ હતું. જેને ધ્‍યાનમાં લઈ ગુજરાત રાજ્‍યની પ્રથમ કક્ષાની રણજી ટ્રોફી ટીમ માટે તેમની પસંદગી થઈ હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે શ્રી ઉમંગ ટંડેલ એક ઉભરતો શ્રેષ્‍ઠ ખેલાડી છે. જે ગુજરાતની ટીમને વિજય બનાવવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે.
ઉમંગ ટંડેલની ગુજરાત રણજી ટ્રોફી માટે થયેલી પસંદગીથી દમણના દરેક ક્રિકેટ પ્રેમી ખેલાડીઓમાં ખુશીની લહેર છે અને તેમની પસંદગી બદલ સ્‍પોર્ટ્‌સ સચિવ શ્રીમતી પૂજા જૈન, ડેપ્‍યુટી ડાયરેક્‍ટર શ્રી અરુણ ગુપ્તા, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી શ્રી કાંતિ પટેલ, સહાયક શારિરીક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર અને ક્રિકેટ કોચ શ્રી ભગુ પટેલે ઉમંગ ટંડેલના સારા પ્રદર્શનની કામના કરી પ્રદેશનું નામ રોશન કરે એવી શુભકામના પાઠવી હતી.

Related posts

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની ડીસીઓ સાર્વજનિક હાઈસ્‍કુલ ખાતે શરૂઆત

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

Leave a Comment