January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

સાદકપોરના શૈલેષભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીની નવસારી જિલ્લાની કમાન સંભાળતાં જિલ્લાના તાલુકાઓમાં ગ્રામ પંચાયતના પરિણામો દબદબો રહ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.22
ચીખલી તાલુકામાં મોડીરાત સુધી મતગણતરી ચાલુ રહેતા તમામ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર થયા હતા.તાલુકામાં ભાજપના નેતાઓ આગેવાનોને એકજુથ રાખવામાં નિષ્‍ફળ રહેતા કેટલાય ગામોમાં ભાજપ ના જ કાર્યકરો એકબીજા સાથે હરીફાઇમાં રહ્યા હતા.જ્‍યારે કોંગ્રેસમાં મોટેભાગે એક જ ઉમેદવાર રહેતા કોંગ્રેસને ફાયદો થતા એકંદરે કોંગ્રેસનો દેખાવ સારો રહેતા કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.
ચીખલી કોલેજ ઉપર રાત્રે બારેક વાગ્‍યા સુધી મતગણતરી ચાલુ રહી હતી અને મોડીરાત્રે તમામ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર કરાયા હતા. તાલુકાના કેટલાય ગામોમાં મતદારોમાં પરિવર્તનનો સુર જોવા મળ્‍યો હતો. નવા ઉમેદવારોને તક આપવામાં આવી છે. જોકે તાલુકાના કેટલાય ગામોમાં સરપંચ પદ માટે ભાજપ ના જ કાર્યકરો એકબીજા સામે મેદાનમાં રહ્યા હતા.જેમાં બે ની લડાઈમાં ત્રીજો ઉમેદવાર ફાવ્‍યો હોવાનું બહાર આવ્‍યું છે. ભાજપના નેતાઓ કાર્યકરોને એકજુથ રાખવામાં,સમાધાન કરાવવામાં નિષ્‍ફળ રહેતા અને બાદમાં કોઈ એક માટે નેતાઓને હેત ઉભરાઈ આવતા ભાજપમાં અંદરો અંદર જ માથાકૂટ વધી રહી હતી. જ્‍યારે કોંગ્રેસમાં મોટેભાગે એક જ ઉમેદવાર રહેતા તેનો લાભ કોંગ્રેસને થતાં સમગ્ર તાલુકામાં એકંદરે કોંગ્રેસનો દેખાવ સારો જોવા મળ્‍યો હતો.
ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાક મહારથીઓ હાર્યા તો કેટલાક જીત્‍યા હતા. તલાવચોરામાં જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલનો વોર્ડ સભ્‍યપદે ભવ્‍ય વિજય થયો હતો. તો તલાવચોરમાં જ પૂર્વ કારોબારી અધ્‍યક્ષ શ્રી અશોકભાઈનો વોર્ડ સભ્‍યમાં પરાજય થયો હતો. આ ઉપરાંત દેગામમાં ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખ ચેતનાબેન દેસાઈનો પણ વોર્ડમાં ભવ્‍ય વિજય થયો હતો. ઘેજમાં જિલ્લા પંચાયત સભ્‍યના પતિનો સરપંચ પદે પરાજય થયો હતો. ધોલાર ગામે કોંગ્રેસ અગ્રણી શ્રી વલ્લભભાઈ દેશમુખનો સરપંચ પદે વિજેતા થયા હતા. ખૂંધમાં ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્‍પનાબેન ગાવિતના સમર્થિત ભાજપના શ્રી હર્ષદભાઈ પવારનો સરપંચ પદે વિજય થયો હતો .તાલુકા મથક ચીખલીમાંબજારના બે ઉમેદવારો વચ્‍ચે ઘણા વર્ષોબાદ બજાર વિસ્‍તારની બહારના શ્રી વિરલ મનુભાઈ પટેલ સરપંચ પદે વિજેતા થયા હતા.
ચીખલીમાં ઇન્‍ચાર્જ સરપંચ અને ભાજપના અગ્રણી દીપ્તિબેન શાહ નો બે વોર્ડમાં પરાજય થયો હતો. સમરોલીમાં સરપંચ પદે શિલાબેન તળાવીયાનો વિજય થતા આર્યાગ્રુપના કલ્‍પેશભાઈ વનમેન આર્મી પુરવાર થયા હતા. વંકાલ ગામે પ્રતિષ્ઠાભર્યા જંગમાં દક્ષાબેન પટેલ સરપંચ પદે જીત્‍યા હતા. ચીખલી તાલુકામાં મોડીરાત્રે સરપંચના વિજેતા ઉમેદવારો જાહેર કરાયા હતા તેની યાદી નીચે મુજબ છે.
આલીપોર શ્રી નરેશભાઈ કાંતુભાઈ પટેલ,વંકાલ-હર્ષદભાઈ અરૂણભાઈ પવાર, વંકાલ-દક્ષાબેન કમલેશભાઈ પટેલ, મજીગામ-મીનાબેન બચુભાઈ હળપતિ, ચીખલી-વિરલ મનુભાઈ પટેલ, સમરોલી-શિલાબેન મંગુભાઇ તળાવિયા, મલિયાધરા-રેખાબેન રાજેશભાઈ પટેલ, ચરી-કીર્તિબેન નિલેશભાઈ પટેલ, ઘેજ-રાકેશ નટુભાઈ પટેલ, પીપલગભણ-મીનલબેન નટુભાઇ પટેલ, સાદકપોર-દશરથ સોમાભાઈ પટેલ, ખાંભડા-પરેશ શંકરભાઈ પટેલ, માણેકપોર-રાજુ મોરારભાઈ પટેલ, સુરખાઈ-ધીરુભાઈ મોહનભાઇ પટેલ, વાંઝણા-હીનાબેન નલિનભાઈ પટેલ, દેગામ-ઇતેશ રતિલાલ પટેલ, ચાસા-અંજલિ જગદીશભાઈ પટેલ, ટાંકલ-નયનાબેન ડીનેસચંદ્ર પટેલ, કાંગવઇ-નેહા જયવર્ધન પટેલ, જોગવાડ-વિપુલ અરવિંદભાઈ પટેલ,નોગામા-સરસ્‍વતીબેન તેજલભાઈ પટેલ, રાનકુવા-અરવિંદભાઈ રામુભાઈ હળપતિ વિજેતા થયા હતા.

Related posts

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમની જળસપાટીમાં થયેલો વધારોઃ મંગળવારે 20113 ક્‍યુસેક પાણી છોડાયું 

vartmanpravah

વાપી હાઈવે પેપીલોન હોટલ સામે જી.ઈ.બી.ની ડીપીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment