Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

સમસ્‍ત સંઘપ્રદેશ મહિલા સશક્‍તિકરણના પર્યાય અને મહિલાઓના આદર્શ ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલને વધાવવા ઘેલુ બન્‍યું છે

આજે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ સરકારી નહીં પરંતુ પ્રદેશની મહિલાઓની સક્રિય ભાગીદારીનો બન્‍યો છે

જે ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્‍ય અતિથિ પદે યોજાનારા ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના કાર્યક્રમને ધારદાર રીતે સફળ બનાવવા માટે પ્રદેશની તમામ મહિલા શક્‍તિ કાર્યરત થઈ છે. છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મહિલાઓનો દરેક ક્ષેત્રે દબદબો વધવા પામ્‍યો છે. પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવની વયોવૃદ્ધ મહિલા શ્રીમતી પ્રભાબેન શાહને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્‍કાર દ્વારા સન્‍માનિત કરાયા છે. પ્રદેશની બાળા પ્રજાસત્તાક દિવસની દિલ્‍હી ખાતે રાજપથ ઉપર યોજાયેલી પરેડનું પ્રતિનિધિત્‍વ કરે એ પણ એક ગૌરવની ઘટના છે. સંઘપ્રદેશની મહિલાઓએ છેલ્લા સાડા પાંચ વર્ષમાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્‍કૃતિક અને રાજકીય ક્ષેત્રે પણ સારૂં એવું કાઠું કાઢયું છે. પ્રદેશમાં મહિલા અત્‍યાચારના ગુનાઓ પણ નામશેષ છે. પ્રદેશમાંથી દહેજના દૂષણે લગભગ નાબૂદી લીધી છે. અસામાજિકતત્ત્વોને પ્રશાસનિક અને રાજકીય પનાહના રસ્‍તા બંધ થતાં મહિલાઓ માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સલામતીનું વાતાવરણ બન્‍યું છે. મહિલાઓ માટે આત્‍મનિર્ભર બનવાની અનેક તકો ઉભી થઈ છે.
સંઘપ્રદેશમાં કાર્યરત મેડિકલ અને નર્સિંગ કોલેજમાં બહુમતી કન્‍યા વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરી રહી છે. જે પ્રદેશના બદલાયેલા સંસ્‍કારનું પ્રતિબિંબ પાડે છે. આ સામાજિક સુધારાઓ ક્રમશઃ છેલ્લા સાડા પાંચ વર્ષથી શરૂ થયા છે. જેનો સંપૂર્ણ શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દિર્ઘદૃષ્‍ટિ અને સંપૂર્ણ પ્રદેશની લીધેલી માવજતને આભારી છે. કારણ કે સાડા પાંચ વર્ષ પહેલા પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની વરણી નહી કરી હોત તો આજે ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીએ પણ એક સરકારી કાર્યક્રમનું સ્‍વરૂપ લીધુ હોત. પરંતુ આજે મહિલાઓ સ્‍વયંભૂ આગળ આવી ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ અને સમસ્‍ત મહિલાઓના આદર્શ તથા મહિલા સશક્‍તિકરણના પર્યાય એવા શ્રીમતી આનંદીબેન પટેલને વધાવવા માટે અધીરા બન્‍યા છે.

Related posts

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

ધરમપુરમાં પોલીસ લોક દરબાર યોજાયો, ટ્રાફિક, કંપની ફ્રોડ જેવા મુદ્દા રજૂ થયા

vartmanpravah

Leave a Comment