October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીને મળી હતી મુખ્‍ય જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: રોટરી ડીસ્‍ટ્રીકટ-3060માં ગુજરાત અને મહારાષ્‍ટ્રના મળી કુલ 114થી વધારે ક્‍લબને આવરે છે અને એમાં 4000થી પણ વધુ રોટેરીયન સક્રિય રીતે સમાજ સેવાના કામો કરતા હોઈ છે ત્‍યારે દર વર્ષે એક વાર્ષિક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવે છે. ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ગવર્નર શ્રી નિહીરભાઈ દવે અને શ્રીમતી વૈશાલીબેનના નેતૃત્‍વમાં ઈન્‍દોર ખાતે પાંચ સીતારા હોટેલ સેરાટોનમાં ભવ્‍ય કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવે દ્વારા રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીને અતિથિ વિશેષના આયોજનની મુખ્‍ય જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીના ખજાનચી રોટેરીયન શ્રી વિરલસિંહ રાજપૂતને સ્‍પેશ્‍યલ એડ ટુ મિનિસ્‍ટર ઓફ સ્‍ટેટ ફોર રૂરલ ડેવલોપમેન્‍ટ અને સ્‍ટીલ ઓફ ભારત સરકાર, શ્રી ફગ્‍ગનસીંગ કુલસ્‍તેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારીને નિભાવવા અને કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા રોટરી ક્‍લબ દા.ન.હ.ના સદસ્‍યો ઈન્‍દોર પહોંચ્‍યા હતા હતા જ્‍યાં તેમણે અતિથિ વિશેષ મિનિસ્‍ટર શ્રીફગ્‍ગનસીંગ કુલસ્‍તેના ભવ્‍ય સ્‍વાગત માટે પ્રેસિડેન્‍ટ શ્રી મિલન પટેલ, સેક્રેટરી શ્રી મેઘાવીન પરમાર, ખજાનચી શ્રી વિરલ રાજપૂત, શ્રી યશવંતસિંહ પરમાર તેમજ શ્રી રાજેશ ગુપ્તા અને ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવે સાથે ઉપસ્‍થિત રહી ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. આ કોન્‍ફરન્‍સનો શુભારંભ મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કોન્‍ફરન્‍સના મુખ્‍ય વક્‍તા તરીકે બી.કે. શિવાની દીદી, મનિન્‍દરજીતસીંગ બિટ્ટા, મેજર જનરલ જી.ડી. બક્ષી, શ્રી દિપક વોરા, શ્રી મયંક ગાંધી તેમજ અન્‍ય વક્‍તાઓ દ્વારા સંબોધવામાં આવી હતી. રંગારંગ કાર્યક્રમ પૂર્વા મંત્રીએ જમાવ્‍યો હતો.

Related posts

વાપી કરવડ વિસ્‍તારમાં પાલિકા દ્વારા ચાલી રહેલ ડિમોલિશન કામગીરીમાં વિવાદ સર્જાયો

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસના ભવ્‍ય વિજયનો જશ્ન વાપી-વલસાડમાં પણ મનાવાયો

vartmanpravah

Leave a Comment