April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

વલસાડ-વાપીમાં ભાવિકો ડ્રેસકોડ સાથે જોડાયા :
પૂઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારા ગુંજ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થીના શુભ દિનથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનાં દબદબાપૂર્વક પ્રારંભ થયો હતો. સેંકડો સુશોભિત ડેકોરેશન અને લાઈટીંગથી સજ્જ બનાવાયા હતા. અલગ અલગ પંડાલોમાં જુદી જુદી થીમ સાથે ગણેશજીની મૂર્તિઓ ભાવિકોએસ્‍થાપના કરી પૂજા-અર્ચના કરી હતી.
ગણેશ મહોત્‍સવમાં મહિમા અનુસાર દોઢ, ત્રણ, પાંચ, સાત અને દશ દિવસીય મૂર્તિઓની સ્‍થાપના કરાઈ હતી. ત્‍યારબાદ ગણેશ વિસર્જનનો દોર ચાલુ થઈ ગયો હતો. રોજેરોજ નદિ કિનારે, ઓવારે કે દરિયામાં આજે ભાવિકોએ મૂર્તિ વિસર્જન કર્યા હતા. ગણેશ મહોત્‍સવનો આજે અંતિમ દિવસે ભાવિકોએ તમામ શ્રીજીની મૂર્તિઓનું આદરભાવ ભક્‍તિ સાથે વિશાળ વિસર્જન યાત્રાઓ સમગ્ર જિલ્લામાં યોજાઈ હતી. ડીજેના તાલે હજારો ભાવિકો ઝુમતા-નાચતા દુંદાળા દેવની વિદાય આપી અગલે બરસ લૌકરિયાનું વચન પણ લીધું હતું.

Related posts

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા યોજાનારા ‘તારપા’ મહોત્‍સવની તૈયારી આખરી ચરણમાં

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થયો: વલસાડની યુવતીએ દિલ્‍હીમાં રમાયેલી રાઈફલ શૂટીંગ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય ફલક પર ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ

vartmanpravah

Leave a Comment