October 16, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંતોષ વરઠા (ઉ.વ.18, રહેવાસી દપાડા) જે સાંજે સાડા છ વાગ્‍યાના સુમારે રખોલી દમણગંગા નદીના બ્રિજ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ પોહચી હતી અને યુવાનનીશોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જેહમત બાદ ફાયર વિભાગની ટીમે સંતોષની લાશને શોધી કાઢી હતી.
આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા મળેલ જાણકારી અનુસાર આ યુવાન કોઈ યુવતીના પ્રેમમાં હતો. જેના કારણે અગમ્‍ય પગલુ ભર્યું હતુ આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

કલેક્‍ટર ભાનુ પ્રભા અને પોલીસ અધિક્ષક રાજેન્‍દ્ર પ્રસાદ મીનાની અધ્‍યક્ષતામાં  સેલવાસ સચિવાલયના સભાખંડમાં કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા હેતુ યોજાયેલી બેઠક

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

દાનહની કંપનીઓમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત મસાટ ખાતેની દાલમિયા પોલી પ્રો પ્રાઈવેટ લિ. કંપનીમાં બુધવારે મળસ્‍કે લાગેલી ભીષણ આગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં પહેલાં દિવસે ઍકપણ ઉમેદવારી પત્રક નહીં ભરાયું

vartmanpravah

બુધવારે દમણ અને સેલવાસમાં હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-પ્રદર્શનનું આયોજન

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

Leave a Comment