April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.07 : સેલવાસ નગર પાલિકા દ્વારા વિકાસકામોને બહાલી આપવાના હેતુથી બહુમાળીથી બાવીસા ફળીયા તરફ જતા રસ્‍તા પરના ઘટાદાર વૃક્ષો કાપવાની કામગીરી પુરઝોશમાં આરંભી દેવામાં આવી છે અને વિકાસના નામે વર્ષોથી અડીખમ માનવી સહિત તમામ પશુ-પક્ષીઓને શીતળ છાયા અને આશરો આપનારા એવા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, વૈશ્વિક ગ્‍લોબલ વોર્મિંગ એક મહા સમસ્‍યા બની ગઈ છે જેનું મુખ્‍ય કારણ વૃક્ષોનું નિકંદન સહિત પ્રદૂષણ છે અને આ પ્રદૂષણ મનુષ્‍ય સહિતના પૃથ્‍વી ઉપરના દરેક જીવો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. જોકે તેની અગમચેતી અનુસાર સરકાર દ્વારા ક્‍યાંક ક્‍યાંક વૃક્ષોનું વાવેતર શરૂ કરી દીધું છે અને વૃક્ષ મહોત્‍સવ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોને મહત્‍વ આપીને લોકોમાં જાગૃતિ લાવવાની ઝુંબેશ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વૃક્ષો કાપતા સામાન્‍ય લોકો સામે વહીવટીતંત્ર દ્વારા કાયદાકીય પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે, અને વનવિભાગ જંગલોમાં વૃક્ષ છેદન સામે સખત નજર રાખી રહ્યું છે. પરંતુ શહેરોમાં જ વિકાસના નામે વૃક્ષોનો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેનું શું?
વાત છે સેલવાસ શહેરની. દાદરા નગર હવેલીમાં તમામ મોરચેવિકાસની હરણફાળ ભરી છે અને ચોમેર વનરાજીના જંગલો નહિ પણ કોંક્રિટના જંગલો ઉભા થઈ રહ્યા છે અને તેમાં આડે આવતા વૃક્ષોનો પણ ખાત્‍મો બોલાવવામાં આવી રહ્યો છે. વિકાસના નામે લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. ત્‍યારે એક બાજુ સરકાર વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ હાથ ધરે છે અને બીજી બાજુ વિકાસના નામે વૃક્ષોનો જ વિનાશ થઈ રહ્યો છે, ત્‍યારે લોકોમાં વિરોધ શા માટે થતો નથી તે પણ એક સવાલ છે.

Related posts

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

Leave a Comment