April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

પોર્ટુગલ નાટો સંગઠનનું પણ સભ્‍યપદ ધરાવતું હતું તેથી તેમણે નાટોના પેરિસ ખાતેના મુખ્‍યાલય પાસેથી દાદ મેળવવાનો પ્રયત્‍ન કર્યો. નાટોના અધિકારીઓએએ આ બાબતમાં મૌન જ રાખ્‍યું. પરંતુ અમેરિકા, બ્રિટન અને કેનેડાએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું કે નાટોનું અધિકારક્ષેત્ર તેના સભ્‍યદેશોની વસાહતો સુધી પહોંચતુ નથી એટલે એ બાબત ત્‍યાં જ પૂરી થઈ

(…ગતાંકથી ચાલુ)
પ્રદેશ મુક્‍ત થયો. પોર્ટુગીઝ સરકારના અધિકારીઓ ત્‍યાંથી નાસી ગયા. આખો પ્રદેશ ફિરંગીઓના ભયમાંથી મુક્‍ત બન્‍યો. પરંતુ દાદરા નગર હવેલી પોતાના હાથમાંથી નીકળી ગયાં છે એ વાતની ખાતરી થઈ ગયા પછી પણ દમણમાં જે થોડા પોર્ટુગીઝ સૈનિકો હતા તેમની મદદથી દાદરા નગર હવેલી મેળવી લેવાની તે અધિકારીઓની ઈચ્‍છા હતી. તે માટે તેઓએ પેશવા અને પોર્ટુગીઝો વચ્‍ચે સન 1779માં થયેલી સંધિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તે સંધિ પ્રમાણે પેશવાએ પોર્ટુગીઝોને દાભોળ, વાપી, લવાછા થઈને દાદરા નગર હવેલી સુધી પહોંચવા માટે રસ્‍તો આપ્‍યો હતો. આ સંધિનો આધાર લઈને દમણથી લવાછા માર્ગે દાદરા નગર હવેલી સુધી પોતાનું સૈન્‍ય લઈ જવા દેવાની પરવાનગી આપવાની ભારત સરકારપાસે માગણી કરી. પરંતુ ભારત સરકારે પોતાના પ્રદેશમાંથી પોર્ટુગીઝોને સેના લઈ જવાની પરવાનગી આપી નહીં. રાજકારણમાં તો જ્‍યાં લશ્‍કરી તાકાત સમાપ્ત થાય ત્‍યાંથી ચર્ચાનો દોર શરૂ કરાય અને જ્‍યાં ચર્ચા સફળ ન થાય ત્‍યાં યુદ્ધનો આધાર લેવાય એ કૂટનીતિ સ્‍વીકૃત જ છે. પોર્ટુગીઝોએ પણ દાદરા નગર હવેલી બાબતમાં એ જ રીતે અપનાવવાનું નક્કી કર્યું. દાદરા નગર હવેલી હવે સ્‍વતંત્ર થઈ ગયાં છે અને લશ્‍કરી તાકાત વડે તે પાછા લઈ શકાય તેમ નથી એ વાત સ્‍પષ્‍ટ થઈ જતાં જ લિસ્‍બનના વડાપ્રધાન ડૉ. સાલાઝાર અને ગોવાના ગવર્નર બંનેએ આ આખું પ્રકરણ આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં લઈ જવાનો નિર્ણય કર્યો. ભારત સરકારની તો પ્રથમથી જ આ બાબતમાં હસ્‍તક્ષેપ ન કરવાની સ્‍વીકૃત નીતિ હતી, તેથી સ્‍થાનિક લોકોની ઈચ્‍છા હોવા છતાં દાદરા નગર હવેલી તત્‍કાળ ભારતીય સંઘરાજ્‍યમાં વિલીન થઈ શક્‍યું નહીં.
ન્‍યાય શબ્‍દનો અર્થ આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રમાં ભલે ઘણો મહત્ત્વનો લાગતો હોય તો પણ પોર્ટુગીઝોએ અત્‍યાર સુધી તો એ શબ્નું જરા પણ માન રાખ્‍યું ન હતું. કારણ કે આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયના બંધારણને જો આધારભૂત ગણવામાં આવે તો ભારતમાં તે પોતે જ આક્રમક સાબિત થાય એ વાત તેઓ જાણતા હતા. આ જ વાતને ધ્‍યાનમાં રાખીને અત્‍યાર સુધી તેમણે સંયુક્‍ત રાષ્‍ટ્ર સંગઠન(યુનો)નું સભ્‍યપદ પણ લીધું ન હતું. દાદરા નગર હવેલીમાં ભારત સરકારનો તો હસ્‍તક્ષેપ થયો જ ન હતો. જે કંઈ ઘટના ઘટી હતી તે પ્રજાનું જ કામ હતું. તેથી બીજું તો કંઈ થઈ શકે તેમ ન હતું. એટલે ન્‍યાયાલયના માધ્‍યમથી જો થોડો ઘણો લાભ મળી જાય તો મેળવી લેવો એટલો જ એમનો હેતુ હતો. એ ઉપરાંત તેમને એવી પણ આશા હતી કે ભારત સ્‍વતંત્ર થયા પછી કાશ્‍મીર પ્રશ્ન જે રીતે યુનોમાં અટવાઈ ગયો એવું જ જો દાદરા નગર હવેલીની બાબતમાં બને તો દાદરા નગર હવેલી પાછી મળવા કરતાં પણ તેનો વધુ ઉપયોગ થઈ શકે. તેમ જ આંતરરાષ્‍ટ્રીય નીતિનો વધુ ખ્‍યાલ રાખનારા તત્‍કાલીન વડાપ્રધાન પંડિત નેહરૂ ગોવામાં સૈન્‍ય મોકલવાનો નિર્ણય લંબાવે અને કદાચ એ વિષય કાયમ માટે સમાપ્ત થઈ જાય એવો વિચાર પણ તેમના મનમાં હશે. અને આ વાત કેટલેક અંશે સાચી પણ સાબિત થઈ. દાદરા નગર હવેલી 1954માં સ્‍વતંત્ર થયું તે પછી આ વિષય આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં સાત વર્ષ અટવાયેલો રહ્યો. ત્‍યાં સુધી દાદરા નગર હવેલીનું પ્રજાસત્તાક ભારતમાં વિલીનીકરણ પણ થઈ શક્‍યું નહીં અને ગોવા પ્રશ્ન પર પણ વિચાર થઈ શક્‍યો નહીં.
આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં ન્‍યાય માગવાની પોર્ટુગીઝોની રમત માત્ર દાદરા નગર હવેલી પાછાં મેળવવા માટે જ નહીં તો જે યુદ્ધ દ્વારા ખોયું હતું તે યુદ્ધકર્યા વિના જ પાછું મેળવવાની ચાલ હતી. દિ. 2 ઓગસ્‍ટના સ્‍વાતંત્ર્યસંગ્રામ વખતે નગર હવેલીના સિલવાસામાં આવેલા મુખ્‍યાલય ફરતી રેતીના થેલાની સંરક્ષણ દિવાલ ઉભી કરેલી હતી. એ લડાઈ વખતે પોર્ટુગીઝ સૈનિકો ગભરાયેલા અને આત્‍મવિશ્વાસ ખોઈ બેઠેલા જણાતા હતા. એનો અર્થ જ એ હતો કે દાદરા નગર હવેલીમાં સશષા વિદ્રોહ થશે અને પોતે તેનો પ્રતિકાર કરી શકશે નહીં એવો ખ્‍યાલ પોર્ટુગીઝોને હતો જ. તેથી તે વખતે જ તેમણે પણજી, દિલ્‍હી, મુંબઈ લિસ્‍બન અને પેરિસના પોતાના કાર્યાલયમાં ન્‍યાયની માગણી જોરશોરથી શરૂ કરી હતી. દિ. 2 જુલાઈના રોજ પોર્ટુગીઝ સરકારે ભારત સરકારને એક પત્ર લખ્‍યો જેમાં નગર હવેલી પર હુમલો થવાની શક્‍યતા લાગતી હોવાથી તેમને નગર હવેલીમાં સેના લઈ જવાની પરવાનગી મેળવી જોઈએ એવી માગણી કરી હતી. ભારત સરકારે તેનો તીવ્ર વિરોધ કર્યો અને કોઈપણ વિદેશી સત્તાની સેના પોતાની ભૂમિ પરથી લઈ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં એવી નક્કર વાત કરી. પરિણામે એકબીજાના દૂતાવાસમાંથી રાજદૂતોને પાછા મોકલી લેવાની પ્રક્રિયા શરૂ થઈ. ભારત સરકારના પણજી ખાતેના રાજદૂત વિન્‍સેન્‍ટ કોએલો અને મડગાંવના નાયબ અધિકારી જી.એ.પ્રભુને 31 જુલાઈના દિવસે 24 કલાકમાં તે પ્રદેશ છોડી લેવાનો આદેશ આપવામાં આવ્‍યો. આના જવાબમાંભારત સરકારે પણ મુંબઈ ખાતેના પોર્ટુગીઝ રાજદૂત ડૉ. એમિલો પેટ્રિકો અને ડૉ. એડવર્દીને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્‍યો.
પોર્ટુગલ નાટો સંગઠનનું પણ સભ્‍યપદ ધરાવતું હતું તેથી તેમણે નાટોના પેરિસ ખાતેના મુખ્‍યાલય પાસેથી દાદ મેળવવાનો પ્રયત્‍ન કર્યો. નાટોના અધિકારીઓએએ આ બાબતમાં મૌન જ રાખ્‍યું. પરંતુ અમેરિકા, બ્રિટન અને કેનેડાએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું કે નાટોનું અધિકારક્ષેત્ર તેના સભ્‍યદેશોની વસાહતો સુધી પહોંચતુ નથી એટલે એ બાબત ત્‍યાં જ પૂરી થઈ.

(ક્રમશઃ)

Related posts

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

દાદરાની ફિલાટેક્ષ ઇન્‍ડિયા કંપનીમાં કામદાર કામ કરતી વેળા પડી જતાં ઘાયલ

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

Leave a Comment