October 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.04 : રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવે ઉત્‍પાદનની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં ખરીફ માર્કેટિંગ સિઝન 2022-’23 અંતર્ગત ડાંગરની ખરીદી આગામી તા.17-10-2022 થી 31-12-2022 દરમિયાન ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લી. વલસાડના ખરીદ કેન્‍દ્રો વલસાડ, પારડી, સંજાણ, ધરમપુર, કપરાડાના ગોડાઉનો ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા.2040/ પ્રતિ ક્‍વિન્‍ટલ, ડાંગર (ગ્રેડ -એ) માટે રૂા. 2060/ પ્રતિ ક્‍વિન્‍ટલ નિયત કરવામાં આવ્‍યા છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્‍છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી વલસાડ જિલ્લાના ઉપરોક્‍ત ખરીદી કેન્‍દ્રો દ્વારા તા.01-10-2022થી શરૂ કરવામાં આવી છે. જે તા.31-10-2022 સુધી ચાલુ રહેશે.
નોંધણી માટે ખેડૂતોએ જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન 7/12, 8 અ ની નકલ, નમુના12માં પાક વાવણી અંગે એન્‍ટ્રી નહીં થઈ હોય તો પાક વાવ્‍યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્‍ક એકાઉન્‍ટની પાસબુકની નકલ અથવા કેન્‍સલ ચેકની નકલ (IFSC કોડ સહિત) લાવવાના રહેશે. તેમજ ખેડૂતોને તેમનો જથ્‍થો સાફસુફ તથા ચારણો(ચાળી કાઢવા)કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકાવી ખરીદ કેન્‍દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્‍થો અસ્‍વીકૃત ન થાય.
રજીસ્‍ટ્રેશન બાબતે કોઈ મુશ્‍કેલી જણાય તો હેલ્‍પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવો. રજીસ્‍ટ્રેશન તેમજ ખરીદ કેન્‍દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. જેની ખેડૂતોએ ખાસ નોંધ લેવી.

Related posts

વાપી વિસ્‍તારમાં પડેલા વધુ વરસાદની સાથે જીઆઈડીસીની કેટલીક કંપનીઓએ પ્રદૂષિત પાણી છોડયું

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી છરવાડા રામ સ્‍ટુડિયોમાં સરકારી બનાવટી ઓળખપત્રો બનાવતી ગેંગ ઝડપાઈ : ત્રણની ધરપકડ

vartmanpravah

વલસાડના પ્રભારી અને રાજ્‍યકક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં પાલિકાના પાણી સંપમાં પડી જતા 7 વર્ષિય બાળકનું ડૂબી જતા મોત

vartmanpravah

Leave a Comment