April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16:
સમગ્ર ગુજરાતમાં 1ર થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવાના રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ વિભાગ સહિત અન્‍ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવાનું સુચારુ આયોજન કરાયું છે. આ અભિયાનના પ્રથમ દિવસે એટલે કે તા.16/3/2022ના રોજ સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં વલસાડ જિલ્લાના 2858 બાળકોને રસી આપવામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકાના 851, પારડી તાલુકાના 214, વાપી તાલુકાના 1025, ઉમરગામ તાલુકાના 605, ધરમપુર તાલુકાના 50 અને કપરાડા તાલુકાના 113 બાળકોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આરોગ્‍યકર્મીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડીવર્કરો તથા અન્‍ય પદાધિકારીઓની સહયોગ પ્રાપ્‍ત થયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોમાં કોવિડ -19 રસીકરણ માટે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે.જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા બાળકોને કોવિડ-19થી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા રસીકરણનો પ્રચાર-પ્રસાર, ગૃહ મુલાકાત લઇ રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી રસીકરણનો વ્‍યાપ વધારવા તમામ પ્રયાસો હાધ ધરવામાં આવી રહયા હોવનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.
-000-

Related posts

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.માં જીએસટી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ બેઠયું : ઠેર ઠેર કમોસમી વરસાદ : એન.ડી.આર.એફ.ની ટીમ સ્‍ટેન્‍ડબાય

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પરથી દારૂના જથ્‍થા સાથે ત્રણ વિદેશી ઝડપાયા

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

Leave a Comment