January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને કારણે સરકારના લાખો રૂપિયા એળે જવાની સર્જાય રહેલી ભીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.22
ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી મજીગામ-થાલા-પાટી માઇનોર કેનાલના તકલાદી કામને પગલે સરકારના લાખો રૂપિયા એળે જવાની ભીતિ સર્જાઈ રહી છે. નહેરની સપાટીને સિમેન્‍ટ કોંક્રીટવાળી પાકી બનાવવાના કામમાં અધિકારીઓની પૂરતી દેખરેખના અભાવે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.
થાલા-પાટી માઇનોર કેનાલનું હાલે 19-લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સ્‍થાનિક કચેરીના ઇજનેરોની પૂરતી દેખરેખના અભાવે એજન્‍સીને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ ધારાધોરણોને નેવે મૂકી ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવતા ટૂંકા ગાળામાં જ આ કોંક્રીટની સપાટીમાં ઠેર ઠેર તિરાડો પડવા સાથે કોન્‍ક્રીટની સપાટી તૂટી જઇ કોન્‍ક્રીટનું ભ્રષ્ટાચારરૂપી હાડપિંજર બહાર આવી જવાની શક્‍યતા નકારી શકાય તેમ નથી. સ્‍થાનિક ઈજનેરોને પણ સરકારી ગ્રાન્‍ટમાંથી માત્ર મલાઈ ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.
ચીખલી તાલુકામાં છેલ્લા વર્ષોમાં ખેડૂતોને સમયસરપૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોની સપાટી સિમેન્‍ટ કોન્‍ક્રીટવાળી બનાવવામાં આવી છે. પરંતુ સિમેન્‍ટનું પ્રમાણ નિયત જોગવાઈ મુજબ ન રાખી હલકી અને નબળી કામગીરી કરાતા ટૂંકા સમયમાં જ કોન્‍ક્રીટના પોપડા બહાર આવી જવા પામ્‍યા છે અને રીતસરનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. પરંતુ કાગડા બધે જ કાળા હોય તેમ ઉચ્‍ચ કક્ષાએથી તટસ્‍થ તપાસ પણ થતી નથી અને સરકારના કરોડો રૂપિયાના ઓધણ બાદ ખેડૂતોને લાભ મળતો નથી.
બીજી તરફ સરકારના લાખો રૂપિયા એળે જવા પામ્‍યા છે. નહેરના કામમાં માત્ર એજન્‍સી અને લાંચિયા અધિકારીઓના ખિસ્‍સા જ ભરાયા હોય તેમ લાગી રહ્યું છે. ત્‍યારે તટસ્‍થ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લઈ ગુણવત્તાયુક્‍ત કામગીરી થાય તે જરૂરી છે. અંબિકા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ જણાવ્‍યાનુસાર હાલે થાલા-પાટી માઇનોર કેનાલની એક કિમી લંબાઈમાં પાકી બનાવવાનું કામ રૂા.19-લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્‍યું છે.

Related posts

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

vartmanpravah

Leave a Comment