October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા સોમવારના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જે સંદર્ભે રવિવારના રોજ 11.00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા.
સોમવારે સવારેમહાયજ્ઞના આયોજન બાદ મંદિરમા તડકેશ્વર મહાદેવ શિવલિંગ ભગવાન શ્રી રામ-લક્ષમણ અને સીતા માતા,રાધા કળષ્‍ણ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી હતી. આ પૂજા યજ્ઞમાં દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત મહાનુભાવોએ લાભ લીધો હતો. બાદમાં ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.
આ અવસરે દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી દિગ્‍વીજયસિંહ પરમાર સહિત પ્રદેશના ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા યુદ્ધગ્રસ્‍ત યુક્રેનમાં ફસાયેલ હોય તેવા વિદ્યાર્થીઓને સંપર્ક માટે અપીલ કરાઈ

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

વાપી વટાર ગ્રામ પંચાયતના 50 હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના સેસન્‍સ કોર્ટે જામીન નામંજૂર કર્યા

vartmanpravah

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment