October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં વલસાડ અને ઉમરગામના ધારાસભ્‍યશ્રીઓએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી.
ઉમરગામના ધારાસભ્‍યશ્રી રમણલાલ પાટકર અનેવલસાડના ધારાસભ્‍યશ્રી ભરતભાઈ પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.
ભાગ-2 ની બેઠકમાં નિવૃત્ત થયેલા અને અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસ અને આગામી 24 માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો તૈયાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્‍હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજ અને દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋષિરાજ પુવાર સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના સાદકપોરમાં દીપડાએ બકરાનો શિકાર કરતા લોકોમાં દિવસને દિવસે ફેલાતો જતો ભયનો માહોલ

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment