October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દમણગંગા નદી કિનારે ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો : 3 થી 4 ભક્‍તો વિસર્જન કરી શકશે

શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્‍તોને ડીજે સાથે યુપીએલ બ્રિજથી પરત ફરવું પડશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી દમણગંગા નદી કિનારે તા.13 થી ગણેશ વિસર્જનનો પ્રતિબંધ હટાવાયો છે. જીઆઈડીસી દ્વારા 3 કિ.મી. લાંબી વરસાદી ગટરની ચાલી રહેલી કામગીરીને ધ્‍યાને રાખી આ વર્ષે દમણગંગા નદી કિનારે વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો જે હટાવી દેવામાં આવ્‍યો છે.
વાપીમાં દર વર્ષે શ્રી ગણેશ વિસર્જન માટે દમણગંગા નદી કિનારે વહિવટી તંત્ર પોલીસ, ફાયર વિભાગ તરફથી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી. પરંતુ કિનારે વરસાદી પાણી ગટરની ચાલતી કામગીરીને લઈ ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. લોકો અજાણ હોવાથી દોઢ અને પાંચ દિવસીય ગણેશનું વિસર્જન કરવા દમણગંગાપહોંચી ગયા હતા પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ પોલીસે રાતા ખાડીએ મોકલી આપ્‍યા હતા. પરંતુ તા.13 દમણગંગા નદી કિનારે શ્રી ગણેશ વિસર્જન માટેની છૂટ અપાઈ છે. અલબત્ત કિનારા સુધી 3 થી 4 લોકો જઈ શકશે. બાકીના ભક્‍તો ડી.જે. સાથેના કાફલાએ યુ.પી.એલ. બ્રીજથી પરત ફરવું પડશે. આગળ જઈ શકાશે નહી. જો કે દમણગંગા નદી ઉપર વિસર્જન પ્રતિબંધથી લોકોને રાતાખાડી જવું પડતું તેમાં હવે રાહત મળશે.

Related posts

લાયન ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફર રિજીયન-પના ચેરપર્સન તરીકે નિમાતા દમણના ખુશમનભાઈ ઢીમર

vartmanpravah

દાનહના કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ભારતીય રેલવેના જનરલ મેનેજર અનુ ત્‍યાગીની મહત્‍વની બેઠક

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

Leave a Comment