January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

નવગઠીત વાપી હિન્‍દી કાવ્‍ય સાહિત્‍ય સાધના સંસ્‍થા થકી કવિઓની ધારદાર પ્રસ્‍તૂતિથી શ્રોતા મંત્રમુગ્‍ધ બન્‍યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપીની શ્‍યામ કાવ્‍યને નામ વાપી હિન્‍દી કાવ્‍ય મંચ નવગઠીત સંસ્‍થા સાહિત્‍ય સાધના દ્વારા રવિવારે પેપીલોન હોટલ સભાગૃહમાં કાવ્‍ય સંધ્‍યામાં કવિઓ અને શ્રોતાઓએ ડૂબકી લગાવી હતી.
મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટના સૈજન્‍યથી સંપન્ન થયેલ કાર્યક્રમનો શુભારંભ શાલીની શર્માને માઁ વીણાવાદિની વંદન કાન્‍હા સંગ ખેલુ વ્રજમાં હોલી ગીતથી કરવામાં આવ્‍યું. ત્‍યાર બાદ કવિ શિવબક્‍સ યાદવ બેદાગને ‘આજા બાપુ તુમ્‍હે બુલાતા ફીર સે હિન્‍દુસ્‍તાન’ રચનાની પ્રસ્‍તૂતિ કરી હતી. કવિયત્રી પ્રજ્ઞા પાંડેને તેમના સમધુર સ્‍વરોમાં મેં તો હો ગઈ પાગલ આજ, સાવરિયા હોલી મેં, હાસ્‍ય કવિ સચિન ત્રિપાઠીએ કાર્યક્રમમાં વ્‍યંગની ફુલઝડી વરસાવી હતી.
આ પ્રસંગે વાપીની ડો. જોત્‍સ્‍ના શર્માએ ઘર તેરા ઓર મા બાબુજી મેરે, કરલો બટવારા મંજુર મુજે જેવા દોહાઓ મંચ પર ધ્‍યાનાકર્ષક રહ્યા હતા. હાસ્‍ય કવિ મહેશ માહેશ્વરીએ ચિત પરિચિત અંદાજમાં પતિઓના દર્દ રચનાએ દર્શકોએ ખુબ આનંદ લીધો હતો. સ્‍થાનિક કવિ બુધ્‍ધિ પ્રકાશ દાયમાની કવિતા ‘‘વાપી હતુ એક નાનકડુ ગામ,આંબા અને ચીકુની ઘીચ વાડીની છાંય બેટા મેં નહી કોઈ સંતાપ હે” દ્વારા વર્તમાન સ્‍થિતિનું રચના થકી ચિત્રણ કરાયું હતું. મુંબઈથી આવેલ કવયિત્રી પ્રજ્ઞા શર્માની ગઝલોએ ભારે જમાવટ માંડી હતી. તેમજ બલવાડાની નવોદિત કવયિત્રી રૂપલ સોલંકીની કવિતા પણ સરાવાહી હતી. આ પ્રસંગે વાપીના લઘુ કથાકાર કુસુમ પરીખ અને બાર એસોસિએશનના નવા ચૂંટાયેલા પ્રમુખ એડવોકેટ શૈલેષ મહેતાનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિનીચૂંટણી યોજાઈ

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

Leave a Comment