Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

પારડી નગર પાલિકા વિસ્‍તારમાં બની રહેલ રોડમાં કોન્‍ટ્રાકટરની ક્ષતિઓ બહાર આવી

ડામર રોડ બાદ સિમેન્‍ટ જેવું કેમિકલ રોડ પર પથારાતા માર્ગ લિસો બનતા 17 થી18 જેટલા મોટર સાયકલ સવારો થયા સ્‍લીપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04 : પારડી નગરના વિવિધ નવા રસ્‍તાઓ બનાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્‍યારે સ્‍ટેટ બેંક, વાણીયાવાડ, રાણા સ્‍ટ્રીટ તરફ જતા માર્ગ ઉપર ડામર લાગ્‍યા બાદ ગતરાત્રિના સિમેન્‍ટ જેવું કેમિકલ પાથરવામાં આવતા માર્ગ લીસો બની ગયો હતો. જેને લઈ આજરોજ સવારે ત્‍યાંથી પસાર થતા વાહનચાલકો સ્‍લીપ મારી ગયા હતા.
સ્‍થાનિકોના જણાવ્‍યા પ્રમાણે સવારથી 17 થી 18 લોકો આ રસ્‍તા પરથી પસાર થતાં સ્‍લીપ મારી જઈ પટકાતા ઈજા પહોંચી હતી. છેલ્લા દસ દિવસથી આ માર્ગનું કામકાજ ચાલી રહ્યું હતું ત્‍યારે ગતરાત્રિના અગિયારી થી સ્‍ટેટ બેન્‍ક તરફના માર્ગ ઉપર સિમેન્‍ટ જેવી કેમિકલ પાથરવાથી આ માર્ગ ખૂબ જ લીસો બની ગયો હતો. જે અંગેની ફરિયાદ તેઓએ નગરપાલિકામાં કરી હતી અને આ માર્ગ ફરીથી રીપેરીંગ કરવા પાલિકા દ્વારા ખાતરી આપવામાં આવી હોવાનુંજણાવ્‍યું હતું. ત્‍યારે સવારથી આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ સ્‍લીપ મારી જતા આ માર્ગ સ્‍થાનિકોએ બંધ કરવાની ફરજ પડી હતી. ત્‍યારે અહીંથી નોકરિયાત વર્ગો તેમજ બેંક, જ્‍વેલર્સ, અન્‍ય દુકાનોમાં આવતા ગ્રાહકોની અવરજવર રહે છે. જેથી અન્‍ય કોઈ વાહન ચાલકોને ઈજા ન પહોંચે તે માટે સ્‍થાનિકોએ આ માર્ગ બંધ કર્યો છે. અને પાલિકા દ્વારા આ માર્ગની વહેલી તકે મરામત કરી રોડ વ્‍યવસ્‍થિત બનાવે તેવી માંગ કરી હતી.

Related posts

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

Leave a Comment