(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: 2જી ઓગસ્ટ 2024ના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ના અભિયાન હેઠળ વાપી રેલવે સ્ટેશન પર ઈનરવ્હીલ ક્લબ ઓફ વાપી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સીપીઆર ટ્રેનિંગ (કાર્ડિઓપ્લમીનરી) રીસક્સીટેશન- ડો. કવિતા અગ્રવાલ દ્વારા રેલવે સ્ટેશના સ્ટાફના સભ્યોને સીપીઆરની સાચી રીત ખુબ જ સરળ ભાષામાં સમજાવી અને આ રીતથી હાર્ટએટેકના દર્દીને કેવી રીતે મોતના મુખમાંથી ઉગારી શકાય એની સમજણ આપી હતી.
ર્લ્ીક્ક ફં દ્દં ર્ભ્શ્રીતદ્દશણૂ ના અભિયાન હેઠળ ઈનરવ્હીલ ક્લબના સભ્યોએ કોટનબેગનું વિતરણ કર્યું હતું. ઘરના ભીના કચરામાંથી ખાતર કેવી રીતે બનાવી શકાય એની માહિતીઈનરવ્હીલ સભ્ય વિજયાબેન પટેલે આપી ઘરને કેવી રીતે ઝીરો વેસ્ટ બનાવવા માટેની સમજણ આપી હતી.
રેલવેના સુપ્રિટેન્ડન્ટ અમૃતભાઈ, ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ રોહન ધામી તથા પાસ્ટ સુપ્રિટેન્ડન્ટ પ્રદીપ આહિરની મહેનતથી આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો.
રેલવે પ્લેટફોર્મને સાફ રાખવા માટે સફાઈની કીટ પણ ઈનરવ્હીલ ક્લબ તરફથી આપવામાં આવી હતી. રેલવે સ્ટેશનની દિવાલો પર ઈનરવ્હીલ ક્લબ ઓફ વાપી તરફથી પ થી 6 પેઈન્ટિંગ કરી આપવામાં આવ્યા હતા જેથી મુસાફરોમાં રેલવે, રેલવે પ્લેટફોર્મ સ્વચ્છ રાખવા, ટિકિટ વગર યાત્રા ન કરવા, જીવન સ્વસ્થ અને સ્વચ્છ રાખવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા બાબતની જાગૃતિ આવે.
પ્રેસિડેન્ટ અનિતા ગુપ્તા, સેક્રેટરી ગુણમાલા કાકરીયા તથા ઈનરવ્હીલ ક્લબ ઓફ વાપીના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/10/WhatsApp-Image-2024-10-04-at-10.21.42-AM-1-960x637.jpeg)