(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
વલવાડાના સ્ટેડિયમ ખાતે યોજાયેલ નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્ટાર પેન્થર ચેમ્પિયન બની હતી. જ્યારે કંકુ વોરિયર રનર્સ અપ રહી હતી.
નરોલી ખાતેના માહ્યાવંશી સમાજના ફળિયાઓ વચ્ચે પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં દરેક વયના ખેલાડીઓને તક આપવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ઈનામનું વિતરણ કરાયું હતું.