Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભા ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ખાંડા-ધરમપુરમાં પધારેલા પૂ.મોરારી બાપુના આશીર્વાદ લીધા

ખાંડામાં પૂ.બાપુની રામકથામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના સહિતના અગ્રણીઓ રામકથા પહોંચ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ-ધરમપુરના ખાંડા ગામે પૂ.મોરારી બાપુની રામકથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પૂ.બાપુ ખાંડામાં 10 દિવસીય રામકથા માટે પધારેલા છે તેથી વલસાડ-ડાંગ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આજે ધવલ પટેલ સહિત ભાજપના નેતાઓની ટીમ ખાંડા રામકથામાં પહોંચી હતી. પૂ.મોરારી બાપુના ઉમેદવાર ધવલ પટેલ સહિત સર્વેએ બાપુના આશીર્વાદ લીધા હતા.
ધરમપુરના ખાંડા ગામે પૂ.મોરારી બાપુની રામકથાનો ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્‍યો છે. મહાન રામાયણી જગવિખ્‍યાત કથાકાર મોરારી બાપુની આ વિસ્‍તારમાં પહેલી રામકથા છે. બાપુ ધરમપુર પધારેલા છે તેથી વલસાડ-ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ, રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના ભાજપના આગેવાનો આજે કાંડા રામકથામાં પહોંચ્‍યા હતા. જ્‍યાં પૂ.બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા હતા. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, લોકસભા પ્રભારી કરશનભાઈ ટીલવા, મહામંત્રી મહેન્‍દ્ર ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ કેતનભાઈ સહિતના અગ્રમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

દાનહના મૂકસેવાભાવી કાંતિભાઈ એમ. પટેલનું ટૂંકી માંદગી બાદ આકસ્‍મિક નિધન

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

Leave a Comment