February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કાર્યનો આરંભઃ વરસાદી પાણીના નિકાલની સમસ્‍યા નહીં ઉભી થાય તે માટે શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
દમણ જિલ્લા પંચાયત દ્વારા દમણ જિલ્લાની 14 પંચાયતોમાં ગટર સફાઈના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. વરસાદની મોસમને ધ્‍યાને દમણના ગામડાઓમાં પાણી નિકાલ માટે જે ગટર બનાવવામાં આવેલ છે. તે તમામ ગટરોમાં કચરો એકઠો થવાના કારણે પાણીના નિકાલ થતો ન હતો. જે બાબતને ધ્‍યાને લઈ આજે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી દમણના તમામ ગામડાઓમાં ગટરની સફાઈ માટે કાર્યની શરૂઆત કરાવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશો અને માર્ગદર્શનમાં આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. શ્રી નવિનભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના એ સંદેશ હતો કે કોઈપણ ગામમાં વરસાદનું પાણી એક્‍ઠુ ન રહે એ બાબતને ધ્‍યાનમાં રાખી તેમના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દમણ જિલ્લા પંચાયતના તમામ ગામડાઓમાં ગટરનાસફાઈ અભિયાનના કાર્યની શરૂઆત કરવામાં આવી છે.
વરસાદની મોસમ આવવાથી બે મહિના પહેલા આ કાર્યની શરૂઆતનું મુખ્‍ય કારણ એ છે કે વરસાદની મોસમ આવતા પહેલા ગટરની સફાઈનું કાર્ય પૂર્ણ કરી શકાય અને જેના માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સંઘપ્રદેશ પ્રશાસન અને દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીનો આભાર વ્‍યક્‍ત કરુ છુ કે વરસાદની મોસમ આવતા પહેલા જનતાને એકઠા થતા પાણીની સમસ્‍યાથી રાહત મળે અને દમણની જનતાને હું અપીલ કરું છુ કે, આપની સમસ્‍યાના સમાધાન માટે કરવામાં આવી રહેલા આ કાર્યમાં સહયોગ કરે.

Related posts

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્‍ચે ચીખલી સહિત નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતા

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરીકોલેજના વિદ્યાર્થીઓનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે થયું સન્‍માન

vartmanpravah

Leave a Comment