(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: શ્રીᅠમાહ્યાવંશીᅠમિત્રᅠમંડળ – મીરા રોડ દ્વારા રાસ – ગરબા મહોત્સવᅠમુંબઈમાં રાધા કળષ્ણ લોંન, પૂનમ સાગર કૉમ્પલેકસ, મીરા રોડ (પુર્વ)ᅠમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાંᅠમુખ્ય અતિથીᅠવલ્લભભાઈ રાઠોડ (સંસ્થાના સ્થાપક સભ્ય તેમજ પ્રથમ પ્રમુખ) અતિથી વિશેષ અમ્રતભાઈ રાઠોડ (રિટાર્યડ કલાસ-ટુ ઓફિસર કસ્ટમસ) ઉપસ્થિત રહી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો. રાસ ગરબામાં શ્રેષ્ઠ એક્શન અને શ્રેષ્ઠ વેશભૂષામાં વિજેતા ખેલૈયાઓને મહેમાનના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વડીલો, મહિલા, બાળકો, યુવાનો, યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાસ ગરબા કાર્યક્રમને સફળ બનાવવા માટેᅠપ્રમુખ ભરતભાઈ પટેલમંત્રી મિતેશ મેહવાલા અને કમિટી મેમ્બરએ ભારે જહેમત ઉઠાવી હતી.