January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 19મીએ મોદીની બીજી જાહેર સભા યોજાશેઃ વાપીમાં રોડ શો- જૂજવામાં સભા

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતમાં ધુંઆધાર ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે: 21 જેટલી જાહેર સભા સંબોધશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સંગ્રામ આરંભાઈ ચૂક્‍યો છે. રાષ્‍ટ્રિય અને રાજ્‍યના વિવિધ પક્ષોના સ્‍વર ચૂંટણી પ્રચારકો આગામી 15 દિવસ રાજ્‍યભરમાં ધુવાધાર ચૂંટણી પ્રચાર કરશે. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અગ્રેસર રહ્યા છે. વલસાડ જિલ્લામાં આગામી તા.19 નવેમ્‍બરના રોજ પુરો દિવસ વલસાડ જિલ્લામાં ઉપસ્‍થિત રહેવાના છે. વાપીના ચલામાં યોજાનાર રોડ શોમાં નેતૃત્‍વ કરશે અને બપોર પછી વલસાડના જુજવા ધરમપુર રોડ ઉપર જાહેર સભા સંબોધશે.
વલસાડ જિલ્લાની પાંચેય બેઠકો ભાજપ જીતી જાય તેવા સંજોગ આધિન ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ નાનાપોંઢામાં જંગી જાહેર સભા યોજી હતી. સાથે સાથે બીજી જાહેર સભા તા.19 નવેમ્‍બર શનિવારના રોજ વલસાડમાં યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો ચલા વાપીમાં રોડ શો યોજાશે તેમજ બપોર પછી વલસાડમાં જાહેર સભા યોજાશે. વલસાડ જિલ્લા ભાજપમાં ઉત્‍સાહનો માહોલ છવાઈ ગયો છે. તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. વર્તમાનચૂંટણીમાં ગુજરાતમાં મોદી 21 જેટલી જાહેર સભા, રેલીઓ સંબોધશે તેવુ ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્‍યું છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્‍બરના અંતમાં મોદી દાદરા નગર હવેલીમાં પણ પધારવાના છે.

Related posts

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર કન્‍ટેનરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણમાં વિકાસકાર્યોની કરેલી સમીક્ષા

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

Leave a Comment