Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: તા.5-9-2022 ને સોમવારનાં રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણિયાના નેતૃત્‍વ હેઠળ આપણાં ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ સ્‍વ.ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણનની જન્‍મ – જયંતિ નિમિત્તે ‘‘સ્‍વંય શિક્ષક દિવસ” ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો શુભારંભ શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણિયાના વરદહસ્‍તે ડૉ. રાધાકળષ્‍ણની છબી પર ફૂલહાર ચડાવી દીપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. ત્‍યાર બાદ શાળાના સર્વે શિક્ષક ભાઈ-બહેને પણ પુષ્‍પો દ્વારા સ્‍મરણાંજલિ આપી. ત્‍યાર બાદ આચાર્ય બનેલ વિદ્યાર્થી જાની હિત દીપક તેમજ શિક્ષિકા બનેલ વિદ્યાર્થિની કાશ્‍માની મિજબા અલ્‍તાફે પ્રાસંગિક પ્રવચન આપ્‍યું.
એ પછી શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાએ ડૉ. રાધાકળષ્‍ણનના જીવનનો પરિચય આપ્‍યો. ત્‍યાર બાદ શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી અમીન મામદાની, શ્રી ઝાકીર લાખાવાલાએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન આપી સૌને માહિતગાર કર્યા. એ પછી શાળાના વરિષ્ઠ હિન્‍દી શિક્ષિકા આરાધના બહેન જી. સ્‍માર્ટએ ‘‘શિક્ષકનું જીવનમાં શું મહત્‍વ છે?” તેના વિશે પોતાની કાવ્‍યાત્‍મક શૈલીમાં કાવ્‍ય – પઠન કરી સૌને મંત્ર – મુગ્‍ધ કર્યા. એ પછી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ વર્ગમાં સફળતા પૂર્વક શિક્ષણ કાર્ય કર્યું. શાળામાં એક વકળત્‍વ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં સૌ વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો. આ સ્‍પર્ધામાં પ્રથમ સોલંકી વિદિશા સંદીપ દ્વિતીય સોલંકી નિકિતા જયંતીલાલ તૃતીય કળપા કમલેશ વિજેતા રહ્યા. આ સ્‍પર્ધામાં શ્રી ગજાનંદ, શ્રી ઝાકીર તેમજ શ્રીમતી પ્રવિણાબેનએ નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી.
અંતમાં આભારવિધિ શ્રીમતી વંદના બહેને કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા આરાધના બહેન જી. સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આમ શાળાના સર્વે શિક્ષક ભાઈ-બહેનના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

Related posts

ચીખલી તાલુકાની ચાસા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાના આયોજન અંગે યોજાયેલી બેઠકમાં આચાર્યએ ઉગ્ર થઈને બીઆરસી ટીપીઈઓ સામે વાણીવિલાસ કરી વિજ્ઞાન મેળા માટે નનૈયો ભણી દીધો

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

શાળા વિકાસ સમિતિ પ્રશિક્ષણનું આયોજન દીવ મુકામે કરવામાં આવ્યું

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

ઉમરગામ શિવ શક્‍તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્‍યાદાન

vartmanpravah

વાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્‍ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચી

vartmanpravah

Leave a Comment