September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વાપી નગરપાલિકા દ્વારા ‘સ્‍વછતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સુરત ઝોન પ્રાદેશિક કમિશ્નરશ્રી, ડૉ. ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. હાલમાં ‘સ્‍વછતા હી સેવા’ અંતર્ગત ચાલી રહેલ સફાઈ અભિયાન અંતર્ગત પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે જેઓ વાપી નગર પાલિકાની મુલાકાતે પધાર્યા હતા. ચીફ ઓફિસર શ્રી શૈલેષ પટેલે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ડૉ. ડી.ડી. કાપડિયા તથા મહાનુભાવોના હસ્‍તે થોડા દિવસ અગાઉ ભરૂચ અને અંકલેશ્વર પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં સફાઈકામગીરી કરનાર દરેકને સન્‍માનપત્ર ઉપરાંત પુરુષ સફાઈ કામદારોને શાલ તથા મહિલા કામદારોને સાડી આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન શાહે અગાઉ સફાઈ કામદારોએ વલસાડ ખાતે પણ પૂર વખતે કરેલ સફાઈ કામગીરી યાદ કરીને એમને બિરદાવ્‍યા હતા. પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત ડૉ. ડી.ડી. કાપડિયાએ પોતે ભરૂચ અને અંકલેશ્વર વિસ્‍તારના પૂરગ્રસ્‍ત વિસ્‍તારમાં કરેલ નિરીક્ષણ દરમ્‍યાન કામદારોની કામગીરી સારી હોવાની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ, બાંધકામ ચેરમેન શ્રી જયેશભાઈ કંસારા, પાણી સમિતિ ચેરમેન શ્રી કૌશિકભાઈ પટેલ તથા પાલિકાના ચેરમેનશ્રીઓ, સભ્‍યશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ઓફિસ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ શ્રી રિતેશ વાળંદે કરી હતી.

Related posts

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

પીપરીયા રીક્ષા સ્‍ટેન્‍ડ નજીકના કાળી માતા મંદિરને સેલવાસ ન.પા. દ્વારા પોલીસ બંદોબસ્‍ત સાથે હટાવ્‍યું

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલે નોંધાવેલી અપક્ષ દાવેદારી

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

Leave a Comment