Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

વલસાડઃતા.૦૭: આગામી દિવસોમાં ચૈત્રમાસ રમઝાન માસની શરૂઆતને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ઉપર વિપરિત અસર ન થાય તે હેતુસર જાહેર શાંતિ સલામતી જાળવવા સારૂ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ એન.એ.રાજપૂતે તાત્‍કાલિક અસરથી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધી વિવિધ કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જે અનુસાર શષાો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્‍પુ, છરા, લાકડી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઇ જવાની, સ્‍ફોટક પદાર્થ લઇ જવાની, કોઇપણ સરઘસમાં જતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્‍યક્‍તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, અપમાન કરવાના ઇરાદાથી બિભત્‍સ સૂત્રો પોકારવાની, અશ્‍લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવાની, જેનાથી સુરુચિ અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્‍ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવાની મનાઇ ફરમાવી છે. આ હુકમ સરકારી નોકર કે કામ કરતી વ્‍યક્‍તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાની ફરજ હોઇ કે પોલીસ અધિક્ષક વલસાડ અથવા તેણે અધિકૃત કરેલા કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારિરીક અશક્‍તિને કારણે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોઇ તેવી વ્‍યકિત અને જિલ્લા મેજિસ્‍ટ્રેટ આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્‍યક્‍તિને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને સને-૧૯૫૧ ના મુંબઇ પોલીસ અધિનિયમ (સને-૧૯૫૧ ના ૨૨ મા)ના કાયદાની કલમ-૧૩પ(૧) મુજબ ઓછામાં ઓછી ચાર માસની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે.

Related posts

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

Leave a Comment