October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

પારડી પોલીસે બેની ધરપકડકરી, મોપેડ અને દારૂ મળી 83600 નો મુદ્દામાલ કબજે કર્યો, એક વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: 31તદ્દ ને લઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પારડી પોલીસ સ્‍ટેશનના ક્રિપાલસિંહ ચંદુસીહ તથા અન્‍ય સ્‍ટાફ પ્રોહિબેશન ડ્રાઈવમાં ફરી રહ્યા હતા. આ દરમ્‍યાન તેમને કલસર ભૂલકાં ફળિયા ખાતે રહેતો જૈવિક ઉર્ફે રાજા પ્રવિણચંદ્ર પટેલ બે વ્‍યક્‍તિઓને બ્‍લુ કલરની એક્‍સેસ મોપેડ નંબર ઞ્‍થ્‍15 ચ્‍ઘ્‍ 3803 ની ડિકી તથા પગ મૂકવાની જગ્‍યાએ દારૂ લઈ ઉમરસાડી મોકલતો હોવાની બાતમી મળતા પારડી પોલીસે નાની ઉમરસાડી સ્‍મશાન પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્‍યાન બાતમી વાળી એક્‍સેસ મોપેડ આવતા તેને રોકી તપાસ દરમિયાન પ્‍લાસ્‍ટિકના થેલામાંથી દારૂ અને બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. જેમાં રોયલ સ્‍ટેજ 96 નંગ કિંમત 12000 રૂપિયા, ઈમ્‍પિરીયલ બ્‍લુ 48 નંગ કિંમત 6000 રૂપિયા, ઓલ સીઝન 12 કિંમત 6000 રૂપિયા, કિંગ ફિશર 48 નંગ કિંમત 4800 કુલ 204 નંગ દારૂ કિંમત 28,800, મોપેડની કિંમત 50000 અને મોબાઈલ 5000 રૂપિયા મળી કુલ 83,600 ના મુદ્દામાલ કબજે કરી ચાલક સચિન શૈલેષભાઈ પટેલ રહે.કલસર ડુંગર ફળિયા તથા વિકાસ રમેશ હળપતિ રહે.વળ્‍યા ફળિયા કલસરની ધરપકડ કરતા તેમણે જૈવિક ઉર્ફે રાજા પ્રવીણચંદ્ર પટેલે આ માલ ભરાવી આપી એકફેરાના 400 રૂપિયા આપવા કહ્યું હતું અને લક્ષ્મી નારાયણ મંદિર પાસે જઈ ફોન કરવાનું કહેતા પારડી પોલીસે સચિન અને વિકાસની ધરપકડ કરી જૈવિકને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

અષાઢી મેઘતાંડવમાં વાપી પૂર્વ વિસ્‍તાર વરસાદી પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment