Vartman Pravah
Breaking Newsદમણ

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

  મદરેસાના વિદ્યાર્થીઓને ઈનામ અને ધાબળા આપી દેશદાઝ માટે પણ કરેલા પ્રેરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણ જિલ્લાની સૌથી મોટી મુસ્‍લિમ સંસ્‍થા ‘દમણ મુસ્‍લિમ એસોસિએશન’ દ્વારા આજે દમણ-દીવના 61માં મુક્‍તિ દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10:30 કલાકે માંજરાઝ પાર્કિંગ, ખારીવાડ ખાતે મુક્‍તિ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
મુસ્‍લિમ સમાજના વડીલ અલ્‍હાજ અબ્‍દુલ અઝીઝ (વાહીદ ટ્રાન્‍સપોર્ટ, દમણવાલા) એ દમણ મુસ્‍લિમ એસોસિએશનના પ્રમુખ હાજી શ્રી ખુર્શીદ માંજારાની સાથે સન્‍માનપૂર્વક ભારતના ગૌરવનું પ્રતિક ત્રિરંગો લહેરાવી રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. જેમાં મુસ્‍લિમ સમાજના લોકોએ અને મદરેસાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
સદર હાજી શ્રી ખુર્શીદ માંજરાએ આઝાદી અપાવનાર બહાદુર સપૂતોને યાદ કરીને દમણ-દીવના લોકોને 61મા મુક્‍તિ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી અને નવી પેઢીને માદરેવતન અને વતનપરસ્‍તી અંગે શિખામણ આપી હતી.
દમણ અને દીવના મુક્‍તિ દિવસની ઉજવણી દરમિયાન મદરેસાના વિદ્યાર્થીઓને ઈનામો અને ધાબળા આપવામાં આવ્‍યા હતા. દમણ મુસ્‍લિમ એસોસિએશન દ્વારા મુસ્‍લિમ સમાજના લોકોમાં એકતા, પરસ્‍પર સંવાદ અને રાષ્‍ટ્રીય ભાવનાના સંચારમાટે 15 ઓગસ્‍ટ, 26 જાન્‍યુઆરી, 19 ડિસેમ્‍બર જેવા રાષ્‍ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

Related posts

‘‘ફેમિના મિસ ઇન્‍ડિયા યુનિયન ટેરેટરી-2024”નો એવોર્ડ સેલવાસની યુવતિ રેખા પાંડેના ફાળે

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

મરામ્‍મત-રખરખાવ અને સફાઈ માટે આજથી 11મી નવેમ્‍બર સુધી નાની દમણની નમો પથ અને મોટી દમણનો રામસેતૂ બીચ રોડ લોકોની અવર-જવર માટે બંધ

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

Leave a Comment