(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
સેલવાસ સ્માર્ટ સીટી લિમિટેડે આખા ભારતમાં સક્રિય ગતિશીલતાને પ્રોત્સાહિત કરવા માટે ફ્રીડમ ટુ વોક અને સાયકલ અંતર્ગત એમઓએચયુએ ગોલ દ્વારા એક પહેલ સાયકલ ફ્રેન્ડલી નેબરહુડ અભિયાનમાં ભાગ લીધો હતો.
સીઈઓ સ્માર્ટ સીટી સેલવાસ શ્રીમતી ચાર્મી પારેખના નેતળત્વમાં સ્વરૂપા શાહ દ્વારા જાગરૂકતા સત્ર સાયકલ ટ્રેંનિગ, સાયકલની સવારી અને પ્રતિજ્ઞા અભિયાનનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા નાગરિકોએ ચાલતા જવા અને નજીકના અંતરે જવા માટે સાયકલ દ્વારા આવાગમન માટે ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો હતો.આઝાદીના અમળત મહોત્સવના થીમ સાથે સિલ્વાસા સ્માર્ટ સીટી દ્વારા સાયકલ ચાલકો માટેસુરક્ષિત વાતાવરણ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
રવિવારે લેટ્સ ગો સાઈકલિંગ રાઇડનું આયોજન કરી અભિયાનનું સમાપન કરવામા આવ્યુ હતું. સ્માર્ટસીટી સીઈઓ શ્રીમતી ચાર્મી પારેખના હસ્તે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને રવાના કરવામા આવી હતી. આ રેલીમા દસ વર્ષથી 85 વર્ષ સુધીના નિવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.