December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે મહેશભાઈ પટેલની સર્વાનુમતે વરણી

દમણના તમામ વાઈનશોપ અને બાર-રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા સર્વ સંમતિથી ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખની સોંપાયેલી જવાદબારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ ગુલાબભાઈ પટેલના નામની સર્વ સંમતિથી વરણી કરી હોવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે તા.16મી ઓક્‍ટોબરે મળેલી ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લીધો હોવાનું દમણના તમામ વાઈનશોપ અને બાર-રેસ્‍ટોરન્‍ટના સંચાલકો દ્વારા સર્વ સંમતિથી નવા પ્રમુખ તરીકે શ્રી મહેશભાઈ ગુલાબભાઈ પટેલની વરણીકરી હોવાનું જણાવાયું છે.
હવેથી તમામ પ્રકારનો પત્ર વ્‍યવહાર તથા નીતિ વિષયક નિર્ણયોમાં પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનની જવાબદારી નિભાવશે. સાથે ધ દમણ વાઈ મરચન્‍ટ એસોસિએશનની સમસ્‍યાઓ અને અન્‍ય બાબતો માટે પણ સંબંધિત વિભાગ કે અધિકારી સમક્ષ જરૂરી રજુઆત કરશે.
અત્રે નોંધનીય છે કે, દમણની રેવન્‍યુમાં ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનું મોટું યોગદાન છે. દમણના વાઈન શોપો અને બાર રેસ્‍ટોરન્‍ટને કારણે લગભગ 10 હજારથી વધુ લોકોને પ્રત્‍યક્ષ અથવા પરોક્ષ રીતે રોજગાર મળે છે.
ધ દમણના મરચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સ્‍વીકારતા શ્રી મહેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, તેઓ તેમને મળેલી જવાબદારીને પૂરી નિષ્‍ઠા અને ઈમાનદારીથી નિભાવશે. બેઠકમાં ઉપસ્‍થિત તમામનો ધ દમણ વાઈન મરચન્‍ટ એસોસિએશનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલે આભાર માન્‍યો હતો.

Related posts

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

વાપી ગુંજન ઓવરબ્રિજ પાસે સાંઈ મેજીસ્‍ટીક બિલ્‍ડિંગની પાંચ દુકાનોના તાળા તૂટયા

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

Leave a Comment