October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

વલસાડ તા.૨૨: વલસાડ જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

                     આ બેઠકના અધ્‍યક્ષસ્‍થાનેથી બંધ પડેલ દુકાનની ફાળવણી, જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળ આવશ્‍યક ચીજવસ્‍તુઓના વિતરણ અને આવશ્‍યક ચીજ વસ્‍તુઓના વિતરણમાં લાભાર્થીઓની સંખ્‍યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, ઉજ્જવલા યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

                આ બેઠકમાં જિલ્‍લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, સમિતિના સદસ્‍યો, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન. એ. રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કાજલ ગામીત તેમજ જિલ્લાના તમામ મામલતદારો અને સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.

Related posts

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

વાપીમાં બેખોફ ચેઈન સ્‍નેચર ધોળા દિવસે લીફટમાં મહિલા સાથે ચઢીને મંગલસૂત્ર ખેંચી સીડી ઉતરી ભાગી છૂટયો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના પીપલગભણમાં પાણી પુરવઠા (વાસ્‍મો)માં ખદબદી રહેલા ભ્રષ્‍ટાચારનો બહાર આવેલો રેઢિયાળ કારભાર

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા કલા કેન્‍દ્ર સેલવાસ ખાતે ‘કેન્‍દ્રીય બજેટ-2023-24′ પર યોજાયેલો સંવાદ કાર્યક્રમ

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

Leave a Comment