October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસકપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કચીગામ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ: જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.26
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી વિભાગ દ્વારા નાની દમણના કચીગામ પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કેમ્‍પમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્‍ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્‍તારથી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણની તમામ પંચાયતોમાં 30 એપ્રિલ, ર0રર સુધી આ પ્રકારના રજીસ્‍ટ્રેશન કેમ્‍પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્‍પમાં ગ્રામ પંચાયતના લોકોને સહજતાથી જીએસટી રજીસ્‍ટ્રેશન અને તેને સંબંધિત ફાયદાઓ અંગે વિસ્‍તારથી માહિતી આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, જીએસટી વિભાગ, દમણ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહનું ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી આપવામાં આવશે. સાથે સાથેજીએસટી રજીસ્‍ટ્રેશન માટેની જરૂરી સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.
આ કેમ્‍પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારી, ઉદ્યોગ જગતના વેપારી, ઉદ્યમી, ગ્રામીણ અને સ્‍થાનિક જનપ્રતિનિધિ વિભાગના અન્‍ય જીએસટી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તા.27/04/2022ના રોજ મગરવાડા પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હોવાનું જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીના ત્રણ તોડબાજ પત્રકારો વિરૂધ્‍ધ વધુ એક ફરિયાદ નોંધાઈ: તબીબ પાસે પાંચ લાખ માંગ્‍યા અને તબીબે 1.80 લાખ આપ્‍યા

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગણપતિની ૯ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ: પી.ઓ.પી.ની મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

નાણાં સચિવ અને જિલ્લા કલેક્‍ટરની આકસ્‍મિક તપાસ બાદ બહાર આવેલું દમણમાં ધબકતું કચરા કાંડઃ ચાલી રહેલા અનેક ભેદભરમો

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

vartmanpravah

Leave a Comment