જમીન વિહોણા આદિવાસીઓને આપવામાં આવેલા પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી પ્રદેશના દલાલ, લેન્ડમાફિયા, બિલ્ડર વગેરેએ કરોડો રૂપિયાના કરેલા ખેલની માંગેલી સીબીઆઈ તપાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26
દાદરા નગર હવેલી ખાતે કોંગ્રેસના નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ જમીનવિહોણા આદિવાસીઓનેઆપવામાં આવેલી જમીનને દલાલ, લેન્ડમાફિયાઓ અને બિઝનેશમેન તથા બિલ્ડરોએ ખોટી રીતે વિલનામું અને વસિયતનામું બનાવી કરોડો રૂપિયાના કરેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા સેલવાસના દમણગંગા સરકિટ હાઉસ ખાતે આયોજીત સીબીઆઈના કેમ્પમાં લેખિત ફરિયાદ આપી જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં 1991-92થી લઈ લગભગ 2016 સુધી આદિવાસીઓની જમીનને પાણીના ભાવે પડાવી લેવાના અનેક કિમિયાઓ કરાયા હતા, તેમાં હવે કોંગ્રેસી નેતા શ્રી પ્રભુભાઈ ટોકિયાએ સીબીઆઈ સમક્ષ માંગેલી તપાસનો પડઘો કેવો પડે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.