(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: રમત ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવૃતિ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તારીખ-7 થી 15 નવેમ્બર દરમિયાન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કનેલાવ ગોધરા જિ.પંચમહાલ મુકામે રાજ્ય કક્ષાની અન્ડર-19 એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાની નીચે મુજબની ચાર શાળાઓ (1) વોક ટુ ગેધસ” શ્રી ઉમેદભાઈ દોષી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશાળા નાની વહીયાળ, તા.ધરમપુરનો વાઢુ સાહીલ. (2) બાઇ આવાબાઈ વલસાડનો મોરવલ અનિમેશ, (3) અથર્વ પબ્લિક સ્કુલ વાપીનો પાટીલ ભાવેશ, (4) ફેલોશીપ મિશન સ્કુલ વાપીનો જાધવ સક્ષમ શરદ નામના વિદ્યાર્થીઓએ 4થ400 મીટર રીલે દોડ સ્પર્ધામાં વલસાડ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરી ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનુ ગૌરવ વધાર્યુ છે જે બદલ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલે નાની વહીયાળ હાઈસ્કૂલના આચાર્ય શૈલેશકુમાર પટેલ, આવાબાઈ સ્કુલના આચાર્ય અશ્વિનભાઈ રાવલ, અથર્વ પબ્લિક સ્કુલ અને ફેલોશિપ સ્કુલના આચાર્યોને અને વિજેતાવિદ્યાર્થીઓ તથા વ્યાયામ શિક્ષકો, ટ્રેનરોને અભિનંદન પાઠવ્યા છે.
